ફેડરરની સૌથી મોટી હાર…એન્ડ્રી રૂબલેવે ૬-૩, ૬-૪થી હરાવ્યો

404

સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરર યૂએસ ઓપન પહેલા સિનસિનાટી માસ્ટર્સ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં બહાર થઇ ગયો હતો. તેને રૂસના એન્ડ્રી રૂબલેવે ફેડરરને ૬-૩, ૬-૪થી સીધા સેટોમાં હરાવ્યો હતો. ફેડરર આ ટૂર્નામેન્ટ સાત વાર જીતી ચૂક્યો છે. રેબલવે તેને ૬૧ મિનિટમાં હરાવ્યો હતો. ૧૬ વર્ષમાં આ ફેડરરની સૌથી મોટી હાર છે. ૨૦૦૩માં તે સિડની ઓપનમાં ૫૪ મિનિટમાં હાર્યો હતો. એટીપી રેન્કિંગમાં ફેડરર ત્રીજા અને રુબેલવ ૭૦મા સ્થાને છે.ફેડરર છેલ્લે ૨૦૧૫માં સિનસિનાટી માસ્ટર્સ ટાઇટલ જીત્યો હતો. તે આ ટૂર્નામેન્ટમાં ૪૭ મેચ જીત્યો અને ૧૦ મેચ હાર્યો છે. ૨૧ વર્ષીય રુબલેવે સામે ફેડરર પહેલી વાર રમ્યો અને હાર્યો હતો. મેચ પછી ફેડરરે કહ્યું હતું કે ઇજામાંથી પરત ફર્યા પછી મારા માટે સારું અનુભવ કરવું જરૂરી હતું. હું ખુશ છું કે હું અહીંયા રમવા આવ્યો હતો. આ હારનો સ્વીકાર કરીને મારે આગળ વધવાની જરૂર છે. હવે હું ટીમ સાથે મળીને વર્ષના છેલ્લા ગ્રાન્ડલેમની તૈયારી કરીશ.

Previous articleમેસી, રોનાલ્ડો અને વાન ડિક યૂઈએફએ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થયા
Next articleવિન્ડીઝને ઘર આંગણે ધૂળ ચટાડી :  ટીમ ઈન્ડિયાએ ૨-૦થી વન-ડે શ્રેણી જીતી