રાળગોન ગામની શાળામાં રક્ષાબંધનની ઉજવણી

608

તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન ખાતે રક્ષાબંધન તેમજ રાખડી સર્જનનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. જેમાં રાખડી સર્જનમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબર પર બોળિયા અણહિલભાઈ બીજા નંબર પર બે વિદ્યાર્થી કાતરિયા ઉત્પલભાઈ તથા ગૌસ્વામી પ્રણામગીરી આવે છે. અને ત્રીજા નંબર પર સોહલા વિશાલભાઈ આવે છે. તથા હાઈસ્કુલ વિભાગમાં પ્રથમ નંબર પર બે વિદ્યાર્થી આવે છે, ભાદરકા દેવુબેન તથા ધાપા મિલનભાઈ બીજા નંબર પર બે વિદ્યાર્થી આવે છે, ભાદરકા સોનલબેન તથા ભાદરકા દેવુબેન  ત્રીજા નંબર પર કાછડિયા મીતાવાબેન આવે છે. આ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

Previous articleરોટરેકટ કલબ ઓફ ભાવનગર યુથ દ્વારા રક્ષાબંધનની ઉજવણી
Next articleજાફરાબાદ ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પુજન