ભૂતાનના યુવા વૈજ્ઞાનિક ભારત આવીને પોતાના માટે એક નાનો સેટેલાઈટ બનાવશે : વડાપ્રધાન

500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભૂતાનમાં રોયલ વિશ્વવિદ્યાલયના સ્ટુડન્ટોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે ભારત અને ભૂતાન એક બીજાની પરંપરા સમજે છે. ભારત ભાગ્યશાળી છે કે રાજકુમાર સિદ્ધાર્થના બુદ્ધ બનવાની જગ્યામાં રહ્યું. હું આજે ભૂતાનના ભવિષ્યની સાથે છું. તમારી ઉર્જા અનુભવી શકું છું. હું ભૂતાનના ઈતિહાસ, વર્તમાન કે ભવિષ્યને જોવું છું તો મને દેખાય છે કે ભારત અને ભૂતાનના લોકો એકબીજાની ઘણી પરંપરાઓ સમજે છે. ભૂતાનના યુવા વૈજ્ઞાનિક ભારત આવીને પોતાના માટે એક નાનો સેટેલાઈટ બનાવવા પર કામ કરશે. હવે આ સંખ્યા વધવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, દુનિયા ભુટાનને તેના ગ્રોસ નેશનલ હેપ્પીનેસના કોન્સેપ્ટથી જાણે છે. ભુટાનને એકતા અને કરૂણાની ભાવના સાથે જોવામાં આવે છે.

વિકાસ અને પર્યાવરણ ભુટાનમાં એક બીજાના રસ્તામાં અડચણરુપ નથી. રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંબોધન વેળા મોદીએ કહ્યું હતું કે, આજે રવિવાર હોવા છતાં વિદ્યાર્થીઓને લેક્ચર માટે પહોંચવાની ફરજ પડી છે પરંતુ તેમને પોતાને વિદ્યાર્થીઓની વચ્ચે આવીને ખુશી થઇ રહી છે.

ભુટાન આવનાર કોઇપણ વ્યક્તિને અહીંની કુદરતી સુંદરતા અને સાદગીપૂર્ણ જીવન આકર્ષિત કરે છે. ભુટાન અને ભારતના લોકો માત્ર ભુગોળની દ્રષ્ટિએ નહીં બલ્કે ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરાની દ્રષ્ટિએ પણ એકબીજા સાથે જોડાયેલા છે. રાજકુમાર સિદ્ધાર્થ ગૌત્તમ બુદ્ધ આજ જમીન ઉપર થયા હતા જ્યાંથી બૌદ્ધ ધર્મનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. આધ્યાત્મિક ગુરુઓએ ભુટાનને આગળ વધારવામાં ભૂમિકા ભજવી છે. ભારત અને ભુટાનના એક બીજા સાથે ખુબ નજીકના સંબંધો રહેલા છે. મોદીએ કહ્યું હતું કે, ભુટાનના સારા અને સૌથી ઉજ્જવળ યુવાનોની વચ્ચે તેઓ ઉભા છે. ભુટાનના વડાપ્રધાન કહી ચુક્યા છે કે, તેઓ સતત વાતચીત કરતા રહે છે. વિદ્યાર્થીઓમાંથી જ આવતીકાલે કોઇ કલાકાર, કોઇ વૈજ્ઞાનિક અને કોઇ નેતા બનનાર છે. ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે એક્ઝામ વોરિયરને લઇને હાલમાં ચર્ચા કરી હતી. તેમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે જેનાથી કોઇપણ ટેન્શન વગર પરીક્ષાની તૈયારી કરી શકાય છે. દરેક વિદ્યાર્થી કોઇ સ્કુલ કોલેજોમાં પરીક્ષા આપે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાના ગાળા દરમિયાન ટેન્શનમાં રહે છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ભારત અને ભુટાન વચ્ચે હાઇડ્રો પાવર અને એનર્જીના ક્ષેત્રમાં સહકાર ખુબ મહત્વપૂર્ણ છે પરંતુ આ સંબંધમાં અસલી તાકાત લોકો રહેલા છે. આ સંબંધમાં કેન્દ્રમાં હંમેશા સ્થાનિક લોકો રહેશે. અમે સ્કુલથી સ્પેશ, ડિજિટલ પેમેન્ટ ઉપર ધ્યાન આપી રહ્યા છે. ભારતના ચંદ્રયાન-૨ ચંદ્રના રસ્તા પર છે. ૨૦૨૨માં અમે ભારતીયને સ્પેશક્રાફ્ટથી મોકલવાની તૈયારીમાં છીએ જેથી સ્પેશ પ્રોગ્રામ માત્ર રાષ્ટ્રીય ગૌવરનો વિષય નથી પરંતુ રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક સહયોગ માટે પણ છે.

Previous articleહિમાચલ પ્રદેશ : ભારે વરસાદ, ૧૮ના મોત
Next articleઅફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલોઃ ૬૩ લોકોના મોત,૧૮૨થી વધુ ઘાયલ