ધોલેરા, ધંધુકા તાલુકામાં દવાઓનુ વિતરણ તથા છંટકાવ કામગીરી શરૂ

610

ધોલેરા અને ધંધુકા તાલુકા વિસ્તાર માં ભારે  વરસાદ પડતાં  તેમજ ઉપરવાસ ના વરસાદી પાણી ને લીધે તાલુકા ના ગ્રામ્ય  વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા. ધીમે ધીમે આ વરસાદી પાણી ઓસરતા આરોગ્ય વિભાગ ધંધુકા ના તાલુકા હેલ્થ અધિકારી ડો દિનેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ બંને તાલુકાના ગામોમાં આરોગ્ય ની ટીમ દ્વારા રોગ અટકાયતી કામગીરી હાથ ધરવા માં આવી હતી.  તાલુકા ના દરેક ગામ માં આરોગ્ય ની ટીમ દ્વારા ડસ્ટીંગ પાવડર છંટકાવ, બી. ટી.આઈ. કામગીરી, ફોગીંગ કામગીરી, એબેટ કામગીરી, કલોરીન ગોળી વિતરણ કામગીરી કરવા માં આવી  છે .  તાલુકા અધિકારી ડો દિનેશ પટેલે જણાવ્યુ હતુ કે આ ઋતુમાં માં મેલેરિયા અને ડેંગ્યુ ના મચ્છર થવાની સંભાવના વધી જાય છે .  તાલુકા ના ગામો ને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત કરવા ગામ ના લોકો નો સાથ અને સહકાર જરૂરી છે. ઘર કે ઘર ની બહાર એવા સ્થળ કે જ્યાં પાણી એકઠું થતું હોય તેવી જગ્યાઓ  પર મચ્છર ઈંડા મૂકે છે . તેથી આવી જગ્યાઓ  ની સાફસફાઈ ખૂબ જ જરૂરી છે. ફ્રિજ ની ટ્રે , કુંડા, કુલર , જુના ટાયર ,નારિયેળ ની કાછલી વગેરે માં પાણી ભરાઈ રહે છે. જેને નિયમિત સાફ સફાઇ કરવી જરૂરી છે ,આમ કરવાથી પોતાનો તથા પોતાના પરિવાર ને મલેરિયા ,ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થી બચાવી શકાય. વધુ માં તાલુકા ના વિવિધ ગામો માં ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો ઉદિત જુવેલીયા તાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા ના ડો. દિનેશ પટેલ, ડો સીરાજ દેસાઈ , ડો માહિપાલ બારડ, ડો શૈલેષ ચાવડા , ડો રિયાઝ જુલાયા અને આરોગ્ય વિભાગ ની ટીમ દારા ધોલેરા ના મીંગલપુર, સોઢી ,રાજપુર, ગોરાસુ ,ઝાંખી , ધંધુકા ના બાજરડા ,મોટા ત્રાડીયા, હડાળા ના ગામો માં આરોગ્ય કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. આ કેમ્પ માં આરોગ્ય વિભાગ દ્વારા લોકો ની આરોગ્ય તપાસ તથા  લોહી લેબોરેટરી ચકાસણી કરી દવાઓ નુ વિતરણ કરવામાં આવ્યું હતું  . આ ઉપરાંત  આરોગ્ય સલાહ અને સારવાર આપવા માં આવી હતી   . તેમજ ચોમાસાની ૠતુ માં ખાસ કરી ને બાળકો સગર્ભા  બહેનો,  તેમજ મોટી ઉંમર ના લોકો ને  આરોગ્ય ની વિશેષ કાળજી રાખવા સમજણ આપવા માં આવી હતી. અને આ સીઝન માં પાણી ઉકાળી ને જ પીવે તેમજ કલોરીનેશન યુક્ત જ પાણી પીવા માં આવે તો લોકો ની તંદુરસ્તી જળવાય રહે. આમ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકે અને લોકો નું આરોગ્ય તંદુરસ્ત રહે તે હેતુસર જનજાગૃતિ અર્થે  કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Previous articleરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારત રત્ન લતામંગેશકરની લીધેલ શુભેચ્છા મુલાકાત
Next articleદારૂ ઉલુમ નુરે મોહંમદી સંસ્થામાં સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી