અક્ષયની સાથે ફિલ્મ મળતા ખુબસુરત કિયારા ભારે ખુશ

0
172

ફિલ્મ નિર્દેશક રાઘવ લોરેન્સ અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. લક્ષ્મી બોંબ સાઉથની સુપરહિટ સાબિત થયેલી હોરર ફિલ્મ કંચનાની રીમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં ખુબસુરત કિયારા અડવાણી નજરે પડનાર છે. કિયારા શાહિદ કપુર સાથે છેલ્લે કબીર સિંહ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મ નિર્માતા હાલમાં ફિલ્મના બીજા હિસ્સાનુ શુટિંગ કરી રહ્યા છે. કેટલાક ફોટો પણ જારી કરવામાં આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે અક્ષય કુમાર ગંભીર રીતે નજરે પડી રહ્યો છે. જ્યારે કિયારા હળવાશના મુડમાં દેખાઇ રહી છે. ફિલ્મના શુટિંગને વહેલી તકે આગળ વધારી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. ફિલ્મને નિર્ધારિત સમય મુજબ પાંચમી જુન ૨૦૨૦ના દિવસે જારી કરવામાં આવનાર છે. રાઘવ લોરેન્સ ફરી એકવાર હિન્દી ફિલ્મમાં વાપસી કરી રહ્યા છે. લક્ષ્મી બોંમ સાઉથમાં હોરર ફિલ્મ કંચનાની રીમેક છે. બોક્સ ઓફિસ પર સાઉથમાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર એક કિન્નરના રોલમાં નજરે પડનાર છે. અક્ષય કુમાર છેલ્લે મંગલ મિશનમાં હાલમાં નજરે પડ્યો હતો. જેમાં તેની સાથે ત્રણ અભિનેત્રી નજરે પડી છે.જેમાં સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન અને તાપ્સી પન્નુનો સમાવેશ થાય છે. આ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત ફિલ્મ છે. જેમાં તમામ કલાકારોની શાનદાર ભૂમિકા રહેલી છે. અક્ષય હાલમાં હાઉસફુલ સિરિઝની નવી ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. આમલ્ટીસ્ટારર ફિલ્મમાં બોબી દેઓલ, રિતિશ દેશમુખ, પુજા હેગડે, કૃતિ સનુન પણ નજરે પડનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here