બીઝનેસ સેન્ટરની પાર્કીંગની જગ્યામાં થયેલ ગેરકાયદેસર દબાણો હટાવાયા

597

ભાવનગર, સોમવાર શહેરના ઘોઘાગેટ ખાતે આવેલ બીઝનેસ સેન્ટરના હેવમોર જવાના રસ્તે આવેલ પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ ગેરકાયદેસર દુકાનને આજે મહારપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાઈ હતી અને મુદ્દામાલ કબ્જે લેવાયેલ હતો. શહેરમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવાના ઝુબેશના ભાગરૂપે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે ઘોઘાગેટ ચોકમાં બીઝનેશ સેન્ટરમાં હેવમોર તરફના પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ ગેરકાયદેસર દુકાન આજે ફરીથી તોડી પાડી મુદ્દામાલ જપ્ત કરી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ પણ આ જગ્યાએથી દબાણ દુર કર્યુ હતું. અને ફરી વખત દબાણ થઈ જતા તેને હટાવાયુ હતું. જો કે આ જગ્યાના ભાડાથી બીઝનેસ સેન્ટરના મેનેટનન્સનો કેટલોક ખર્ચ કાઢવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યુ છે. હાલમાં બીઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય વાહન પાર્કીંગ થઈ શકતુ નથી.

Previous articleઘોઘાસર્કલ પૃથ્વી પ્લાઝા કોમ્પલેક્ષમાં ચાલતુ ગે.કા. હુક્કાબાર ઝડપી લેતી LCB
Next articleરાજપરા ખોડિયારથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે ૧ ઝબ્બે