જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ વિકેટથી માત્ર આઠ વિકેટ દૂર

483

ટીમ ઇન્ડિયાએ પોતાના આ વખતનાં વેસ્ટઇન્ડીઝ પ્રવાસમાં અત્યાર સુધીમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે અને ટી-૨૦ સિરીઝ ક્લિન સ્વીપ કર્યા બાદ વન-ડે સિરીઝ પણ ૨-૦થી પોતાના નામે કરી લીધી. હવે ગુરૂવારે બંન્ને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ એંટીગુઆમાં થરૂ થવા જઇ રહી છે. આ સિરીઝમાં આમ તો ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીની પણ કેટલાક રેકોર્ડ પર નજર છે, પરંતુ તેના સીવાય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ પોતાના એક રેકોર્ડ તરફ આસ રાખીને બેઠો છે. જો તેને તક મળી તો આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે તેને ૮ વિકેટની જરૂર છે. જાડેજા પોતાની ટેસ્ટ વિકેટોને ૨૦૦ વિકેટોના કિર્તીમાનમાં તબ્દીલ કરવાથી માત્ર ૮ વિકેટ દૂર છે. તે અત્યાર સુધીમાં ૧૯૨ ટેસ્ટ વિકેટ લઇ ચૂક્યો છે. જો જાડેજા આ સિદ્ધી પ્રાપ્ત કરી લે તો તે આવું કરનાર ૧૦મો ભારતીય બોલર બની જશે. ત્યાં જ તે જો એંટીગુઆમાં પણ આવું કરી લે છે તો, તે આ ઉપલબ્ધિમાં સૌથી ઝડપથી વિકેટ લેનાર બીજો બોલર બની જશે. સૌથી ઝડપી, એટલે કે સૌથી ઓછી મેચોમાં ૨૦૦ વિકેટ લેનાર ભારતીય બોલરમાં રવિસંન્દ્રન અશ્વિન નંબર એક પર છે.

જાડેજા તાજેતરમાં આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં નંબર ૫ પર છે.

વેસ્ટઇન્ડીઝમાં ટી-૨૦ અને વન-ડેમાં શાનદાર પ્રદર્શન બાદ હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટીમ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરશે.

Previous articleવોરમાં હોલિવુડથી પણ વધુ એક્શન સિક્વન્સ રહેલા છે
Next articleજેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરથી સન્માનિત કરાયો