રામમંત્ર મંદિરની એકતા શાળામાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન

406

ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભાવનગરના રામમંત્ર મંદિર સંચાલિત એકતા શાળામાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન એવા દેવનભાઈ શેઠએ ધ્વજવંદન કરીને પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આજના ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન કરતા હું ખુશી સાથે વિશેષ ગર્વની લાગણી અનુભવું છું. ભારતના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની પછી ભારતને આઝાદી મળી છે. આ વર્ષનું ધ્વજવંદન એક વિશિષ્ટ ગૌરવ ધરાવે છે. કારણ કે આ વર્ષ ૭૩ વર્ષમાં પ્રથમવાર કાશ્મીરમાં ભારતનો ત્રીરંગો લહેરાણો છે. સમગ્ર દેશ આના માટે ગૌરવની લાગણી અનુભવે છે. ભારત સાચા અર્થમાં હવે અખંડિત રાષ્ટ્ર બન્યું છે. તેમ દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીના હિંમતભર્યા પગલાની સરાહના કરતા જણાવ્યું હતું કે દેશ હવે એક નવા જ માર્ગ્‌ પર મંડાણ કરી રહ્યો છે. અને ભારતનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે. ધ્વજ વંદનના આ કાર્યક્રમની સાથે શાળાના અવ્વલ નંબરના વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. ધ્વજ વંદનમાં શાળાના તમામ ટ્‌્રસ્ટીઓ, આચાર્ય તથા તમામ શિક્ષગણ જોડાયો હતો.

Previous articleસ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સિહોર કોંગ્રેસનું વૃક્ષારોપણ
Next articleનારી શક્તિ એવોર્ડ ૨૦૧૯ સંદર્ભે રાજકોટમાં દેવીપૂજક સમાજના આગેવાનોની બેઠક મળી