નાગપંચમીની ઉજવણી

558

શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમીની આજે મંગળવારે ઉજવણી કરવા સાથે શ્રાવણ માસના સાતમ આઠમના તહેવારોનો આસ્થાભેર પ્રારંભ થયો છે. આજે નાગપંચમીની ઉજવણી નિમિત્તે બહેનોએ વ્રત કરી નાગ દેવતાની પુજા કરી હતી. શહેરના કુંભારવાડા અમરસોસાયટી સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલ શરમાળીયા દાદાના મંદિરોએ મેળા જેવો માહોલ સર્જાયો હતો. બહેનોએ નાગદેવતાની પુજા અર્ચના કરવા સાથે નાગ પંચમીના વ્રતની ઉજવણી કરી હતી.

Previous articleઘોઘા તાલુકા કક્ષાનો વન મહોત્સવ
Next articleભાવનગર યુનિ.માં સૌપ્રથમ વખત સંલગ્ન કોલેજના યજમાન પદે આંતર કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ