ભાવનગર યુનિ.માં સૌપ્રથમ વખત સંલગ્ન કોલેજના યજમાન પદે આંતર કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

0
164

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સૌપ્રથમ વખત તક્ષશિલા એજયુકેશન ઈન્સ્ટિટયુટના યજમાન પદે ભાઈઓની આંતર કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. ટુર્નામેન્ટમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલ્ગન જુદી જુદી ૧ર કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કે.પી.ઈ.એસ. કોલેજ અને વળિયા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં કેપીઈએસ કોલેજ૩-૦ ના સીધા સેટથી વિજેતા બની હતી.

ટુર્નામેન્ટ દરમ્યાન રમતવિરોનો ઉત્સાહ વધારવદા ડો. દિલીપસિંહ ગોહિલ (નિયામક, શારીરિક શિક્ષણ વિભાગ), અરૂણભાઈ ભલાણી (જિલ્લા રમત ગમત અધિકારી), દિવ્યરાજસિંહ બારૈયા (સિનિયર કોચ), ડો. ભાવેશભાઈ જાની (ડેપ્યુટી રજીસ્ટ્રાર) મૌલિકભાઈ પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી) હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તક્ષશિલા કોલેજના આશીષભાઈ રાઠોડ, ધર્મવીરસિંહ જાડેજા અને વિરભદ્રસિંહ જાડેજાએ ખુબ જહેમત ઉઠાવી હતી. સંસ્થા ખાતે અવારનવાર વિદ્યાર્થીઓન ઉત્સાહ વધારવા અને રમત-ગમતને પ્રોત્સાહન આપવા અવનવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આગામી ર૭ ઓગષ્ટના રોજ ભાઈઓ અનેબ હેનોની આંતર કોલેજ સેપકટકરોવ ટર્નામેન્ટ તક્ષશીલા ખાતે યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here