વિધાનસભાના દ્વારેથી

746
new vidhansabha.jpg

અમદાવાદ- ગાંધીનગરમાં ર.૭૩ કરોડ ચો.મી. બિન ખેતી થઈ
અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપી શહેરીકરણને લીધે ખેતીની જમીન ઝડપથી ઓછી થઈ રહી હોવાની ચિંતા કરીને વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે છેલ્લા બે વર્ષમાં બન્ને જિલ્લાની કેટલી ખેતીની જમીન ઓછી થઈ એટલે જમીનને એન.એ.માં ફેરવવામાં આવી.  જવાબમાં ખેતીની જમીન નોન- એગ્રીકલ્ચર કરવાના આંકડામાં અમદાવાદમાં ર,૩૧,૬૯,૮૭૯ ચો.મી. અને ગાંધીનગરમાં ૪૧,પ૧,૩૪૭ ચો.મી. જમીન છેલ્લા બે વર્ષમાં નોન-એગ્રીકચ્લર કરી ખેતીમાંથી ઓછી થઈ છે. આમ બન્ને જિલ્લાની મળી કુલ ર.૭૩ કરોડ ચો.મી. કરતા વધુ જમીન ખેતીમાંથી ઓછી થઈ નોન એગ્રીકલ્ચર કરવામાં આવી. 
ભાવનગર જિલ્લામાં ર૬૩  વિકલાંગને ૧૭ લાખથી વધુ સહાય ચુકવાઈ
વિધાનસભામાં ભાવનગર જિલ્લામાં વિકલાંગોને સાધન સહાય અંગે ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે વિકલાંગ સહાયની કેટલી અરજી આવી તે પૈકી કેટલી મંજુર કરાઈ અનેક ેટલા રૂપિયા ચુકવવામાં આવ્યા.? જવાબમાં ભાવનગર જીલ્લામાં વિકલાંગ સહાયની ર૬પ અરજીઓ આવી હતી. જે પૈકી ર૬૩ લાભાર્થીઓને ૧૭ લાખ પપ હજાર ૭પ૧ રૂપિયા કુલ સહાય ચુકવવામાં આવી હતી. 
દલિત – મૃત્યુના ગંભીર કેસમાં ફાયર ફાઈટર કોનું? ભાજપ કે કોંગ્રેસનું?
પાટણમાં દલિતના આત્મવિલોપન માટેની પડતી તાકિદની જારી અગત્યની બાબતની ચર્ચાના જવાબમાં પ્રશ્ન પુછવા સંદર્ભે ફાયર ફાયટર ચાલુ કેમ ન થયું? જેનો ઉત્તર આપતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફાયર ફાયટર કોંગ્રેસનું હતું ત્યાં શાસન કોંગ્રેસનું છે. જેના ઉત્તરમાં શૈલેષભાઈ માહિતી આપી હતી કે આ ફાયટર મહેસાણાથી મંગાવવામાં આવ્યું હતું અને મહેસાણામાં શાસન ભાજપનું છે આમ દલિતના મૃત્યુ જેવી ગંભીર બાબતમાં પણ પક્ષાપક્ષી અને રાજકારણ કરવાનું નહીં ચુકનાર બન્ને પ્રશ્નો સંદર્ભે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે.!!
રાજ્યમાં દિવ્યાંગો સ્વમાનભેર પોતાનું જીવન ગુજારે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ
વિધાનસભા ખાતે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ગારીયાધારના ધારાસભ્ય કુશભાઇ નાકરાણી, અસારવાના ધારાસભ્ય પ્રદિપભાઇ પરમાર અને શહેરાના ધારાસભ્ય  જેઠાભાઇ આહિર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા મંત્રી  પરમારે વધુમાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં ૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૨૬૫ અરજીઓ આવી તેની સામે ૨૬૩ અરજીઓ મંજૂર કરી ૨૬૩ લાભાર્થીઓને રૂા.૧૭,૫૫,૭૫૧/- અમદાવાદ જિલ્લાના ૧,૨૪૯ અરજીઓ આવી તેની સામે ૧,૦૯૬ અરજીઓ મંજૂર કરીને રૂા.૧૫,૪૩,૯૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે પંચમહાલ જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિકલાંગ સાધન સહાય યોજના હેઠળ કુલ ૫૪૨ અરજીઓ મળી તેની સામે ૪૭૩ લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરીને રૂા.૧૩,૮૪,૮૯૧/-વિકલાંગ સાધન સહાય ચૂકવવામાં આવી છે.જે ૬૯ અરજીઓ નામંજૂર કરી છે તેમાં ૪૭ અરજીના લાભાર્થીઓએ અગાઉ લાભ લીધેલ છે તેમજ ૨૨ અરજીના લાભાર્થીઓની વિકબલાંગતા ઓછી હોવાના કારણે અરજીઓ નામંજૂર થઇ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 
ગેરકાયદેસર જમીન હડપ કરનાર ભૂમાફિયાઓ સામે ‘‘સીટ’’ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા
ગેરકાયદેસર રીતે નદીનો પટ કબજો કરતા ભૂ-માફિયાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. હકદાર અરજદારને ન્યાય મળે તે માટે આ સરકારે ૨૦૦૮માં જમીન તકેદારી સમિતિ-સીટની રચના કરવામાં આવી છે. ૨૦૦૮માં રાજ્ય સરકારને ગેરકાયદેસર જમીનો હડપ કરવાચના કિસ્સા ધ્યાનમાં આવતા સીટની રચના કરવામાં આવી છે અને ૨૦૧૦માં જિલ્લાકક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ સમિતિ કાર્યરત છે.  આણંદ અને વડોદરા જિલ્લામાં જમીન તકેદારી સમિતિમાં મળેલ ફરિયાદ અંતર્ગત વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૫૧ અને વડોદરા જિલ્લામાં ૬૮ ફરિયાદો સમિતીને મળી છે જેમાંથી આણંદ જિલ્લામાં ૪૪ અને વડોદરા જિલ્લામાં ૫૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ફરિયાદ અંતર્ગત તથ્ય જણાયેલ આણંદ જિલ્લામાં ૧ કેસમાં અને વડોદરા જિલ્લામાં ૭ કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આણંદ અને વડોદરા જિલ્લામાં સમિતિ દ્વારા થયેલ કાર્યવાહીના સંદર્ભમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૮૫૪ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ૨૩૨ની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યના ૫૫ હજાર લાભાર્થીઓને નિરાધાર વૃદ્ધ સહાય,માસિક રૂ.૫૦૦ની સહાય સીધી ખાતામાં જમા
રાજ્યના ૫૫ હજાર નિરાધારોને માસિક રૂ.૫૦૦ની સહાય સીધી તેઓના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે. રાજ્યના નિરાધારોને મદદરૂપ થવા માટે સરકાર આધાર બની રહી છે. રાજ્યના ૫૫ હજાર નિરાધારોને માસિક રૂ.૫૦૦ની સહાય સીધી તેઓના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ પારદર્શિતાની કેન્દ્ર સરકારે નોંધ લઇને એવોર્ડ પણ એનાયત કર્યો છે.  વિધાનસભા ખાતે દાહોદ જિલ્લામાં નિરાધારોને વૃદ્ધ સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી પરમારે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવીને લાભો અંતરિયાળ વિસ્તારોમાં પુરા પાડવા ડાયરેકટ બેનીફીસયરી ટ્રાન્સફર (ડ્ઢ.મ્.્‌.) દ્વારા સીધી બેન્ક કે પોસ્ટના ખાતામાં જમા થઇ રહી છે. જેના લીધે વચેટિયા પ્રથા દૂર થઇ છે અને પારદર્શિતા વધી છે. આ યોજના રૂ.૩૦ની સહાયથી શરૂ થઇ હતી જે આજે રૂ.૫૦૦ સહાય અપાય છે. જેના માટેના અરજીપત્રકો કલેકટર કચેરીએ જનસેવા કેન્દ્ર ખાતેની ઉપલબ્ધ બને છે.   દાહોદ જિલ્લામાં આ યોજના હેઠળ ૮૦૪ લાભાર્થીઓને રૂ.૨૩.૭૭ લાખની સહાય ચૂકવી દેવાઇ છે. દાહોદ જિલ્લામાં કુલ ૭૫ અરજીઓ મળી હતી તે પૈકી ૩૪ અરજીઓ મંજૂર કરાઇ છે અને ૩૭ અરજીઓ નામંજૂર કરાઇ છે. જેમાં નિયત આવક કરતાં વધુ હોવાથી, પુખ્ત વયનો પુત્ર હોવાથી, ઉમર ઓછી હોવાથી, સ્થળે રહેતા ન હોવાથી અને અવસાન થવાથી આ અરજીઓ નામંજૂર કરાઇ છે.  જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય દેવાભાઇ માલમના જૂનાગઢ જિલ્લામાં નિરાધાર વૃદ્ધોને સહાય અંગેના અન્ય એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પરમારે કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૩૯૦ લાભાર્થીઓને રૂ.૧૨.૨૩ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.  

Previous articleડુંગળીના મૂલ પાણીના ભાવે થતા ખેડૂતો વિફર્યા
Next articleફી કમિટી દ્વારા ૨૮ માર્ચે પ્રોવિઝનલ ફી જાહેર કરાશે, ૨ મેએ અંતિમ ફી નક્કી કરાશે