પ્રભાસ અને શ્રદ્ધા કપુરની સાહોને લઇ ચાહકો ઉત્સુક

0
315

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે સાહો ફિલ્મ આવતીકાલે દેશભરમાં રજૂ કરવામાં આવી રહી છે. હિન્દીની સાથે સાથે અનેક ભાષામાં આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. જોરદાર એક્શન, થ્રીલર અને રોમાંચથી ભરપુર ફિલ્મ સાહો ૩૫૦ કરોડના જંગી ખર્ચ સાથે તૈયાર કરવામાં આવી છે. આઇમેક્સ કેમેરા સાથે ફિલ્મનુ શુટિંગ કરવામાં આવ્યુ છે. ૩૫૦ કરોડના ખર્ચ સાથે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ સાહો રજૂઆત પહેલા જ જંગી કમાણી કરી રહી છે. જેમાં સેટલાઇટ અધિકાર મારફતે કરવામાં આવેલી કમાણી પણ સામેલ છે. હિન્દી, તમિળ અને તેલુગુ  ભાષામાં આ ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે. સુજિત દ્વારા ફિલ્મની પટકથા લખવામાં આવી છે. સાથે સાથે નિર્દેશન તરીકે પણ તેઓ પોતે છે. પ્રભાસ આ સાથે હિન્દી ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યો છે. જ્યારે શ્રદ્ધા કપુર આ ફિલ્મ સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મના ગીતો પહેલાથી જ સુપરહિટ સાબિત થઇ ચુક્યા છે. ફિલ્મમાં મોટી સંખ્યામાં કલાકારો છે. જેમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મુરલી શર્મા, મન્દિરા બેદી, મહેશ માંજરેકર, ટિનુ આનંદ અને ચંકી પાન્ડે કામ કરી રહ્યા છે. પ્રભાસ ફિલ્મમાં લીડ રોલમાં છે. ફિલ્મના ગીતો રજૂ કરવામાં આવ્યા બાદ પહેલાથીજ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહ્યા છે. ફિલ્મમાં સિનેમાટોગ્રાફી  આર. માધી દ્વારા કરવામાં આવી છે. ફિલ્મ ૩૫૦ કરોડના જંગી ખર્ચ સાથે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ ઓસ્ટ્રેયા, હૈદરાબાદ, મુંબઇ, આબુ ધાબી. દુબઇ, રોમાનિયા યુરોપના અન્ય ભાગોમાં કરવામાં આવ્યુછે. લોકેશન જોઇને પણ ચાહકો રોમાંચિત થઇ જશે. ફિલ્મના પ્રથમ શેડ્યુલનુ શુટિંગ ઓક્ટોબર ૨૦૧૭માં પૂર્ણ કરવામાં આવ્યુહતુ. બીજા શેડ્યુલનુ શુટિંગ ડિસેમ્બર ૨૦૧૭માં શરૂ કરવામા ંઆવ્યુ હતુ. રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ભારે શસ્ત્રો સાથે શ્રદ્ધા કપુરે ફિલ્મના એક્શન સીનને શુટ કર્યા છે. એક્શન સીનોનુ શુટિંગ બુર્જ ખલિફા ખાતે કરવામાં આવ્યુ છે. બુર્જ ખલિફા ખાતે શુટિંગ કરવા માટે જંગી નાણાં ખર્ચ કરવામાં આવ્યા હતા. એક્શન સિકવન્સ પર બજેટમાંથી ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રભાસે ફિલ્મના શુટિંગ પહેલા જોરદાર ટ્રેનિંગ લીધી હતી. જેમાં કાર્ડિયોવેસ્કુલર અને વેઇટ ટ્રેનિંગનો સમાવેશ થાય છે. પ્રભાસે ફિલ્મમાં શાનદાર રોલ બદલ શ્રદ્ધા કપુરની પણ ભરપુર પ્રશંસા કરી છે. શ્રદ્ધા કપુરની જોરદાર ભૂમિકા રહેલી છે. ફિલ્મની વિશેષતા છે કે કેટલાક અંડરવોટર સિકવન્સ પણ રાખવામાં આવ્યા છે. કેટલાક ગીતોનુ શુટિંગ ઓસ્ટ્રીયાના અલ્પાઇન સિટીમાં કરવામાં આવ્યુ છે. સાઉન્ડ ટ્રેકને લઇને પણ ચાહકોને રોમાંચિત સ્થિતીનો સામનો કરવો પડી શકે છે. ફિલ્મમાં તમામ લોકોને મજા પડી જશે. સાહો ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here