ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે  પ્રમુખના હસ્તે મચ્છરદાનીનું વિતરણ

695

ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ઘોઘા ગામે આજે  લાભાર્થીઓ ને મચ્છરદાણી વિતરણ કરવામાં આવી,જેમાં  જિલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી. બોરીચા, ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા,ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, મેડિકલ ઓફિસર ડો.સૂફીયાંન લાખાણી,તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,ઘોઘાના સરપંચ અંશારભાઈ રાઠોડ,તાલુકા હેલ્થ સુપર વાઇઝર એમ.બી.મેઘડ, તાલુકા હેલ્થ ઑફિસર ડો,સુનિલભાઈ પટેલ, તાલુકા હેલ્થ સુપર વાઇઝર ઘોઘા નિરુબેન પંડયા,મલ્ટી પર્પઝ હેલ્થ સુપર વાઇઝર મોરચંદ. પી.એચ.સી. નટુભાઈ બોરીયા, વાળુકડપી. એચ.સી વિશાલભાઈ ખુમાણ, ઘોઘા પી.એચ.સી.ના નિપુલભાઈ ગોસ્વામી, અને પરેશભાઈ ચાવડા, ફી.મેલ.સુપર વાઇઝર. રેખાબેન બી.આલ, ફરીદાબેન.મગલાણી, જયશ્રીબેન પંડયા, આશા ફેસિલેટર બેહેનો, આશા વર્કર બહેનો, કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા, ઘોઘા તાલુકા ના કુલ ૭૫૯ ટેકોમાં તા.૦૧ .૦૧. ૨૦૧૯ થી તા.૩૧. ૦૮. ૨૦૧૯ સુધી નોંધાયેલ લાભાર્થીઓ જેમાં મોરચંદ પી.એચ.સી.ના ૨૪૯ લાભાર્થીઓ, તણસા પી.એચ. સી.ના ૨૩૬ લાભાર્થીઓ અને વાળુકડ પી.એચ.સી ના ૨૭૪ લાભાર્થીઓ ને મચ્છરદાણી વિતરણ કરવામાં આવશે ,દરેક ગામના નોંધાયેલ લાભાર્થીઓ ને લાભ મળશે,તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લાભાર્થી બહેનો ને મેલેરિયાથી બચવા મચ્છરદાણી નો ઉપયોગ કરવા જણાવ્યું.

Previous articleઋષિ પાંચમના પવિત્ર સ્નાન માટે કોળિયાકમાં ભાવિકોની ભીડ
Next articleભાવેણાના આંગણે ગણેશજીના ઉત્સવનો જામતો માહોલ : લોકોમાં ઉત્સાહ