સંકલ્પ શક્તિ

555

આજના પ્રગતિશીલ માનવીએ સૌરશક્તિ, વિદ્યુતશક્તિ, જલશક્તિ અને નરી આંખે પણ જોઈ ન શકાય એવા અણુને તોડીને પરમાણુશક્તિની શોધ કરી છે. આવી તો કેટલીય શક્તિના સ્ત્રોત માનવીએ શોધી કાઢ્યા છે. પરંતુ આ બધી જ શક્તિ જેના આધારે પ્રગટી છે તે છે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ એક અમોઘ શક્તિ છે. માનવી ધારે તે સંકલ્પથી સાકાર કરી શકે છે. પછી ભલે પોતામાં બુદ્ધિક્ષમતા ઓછી હોય કે પછી શારીરિક ખામી હોય. અરે કરેલો દૃઢ સંકલ્પ ભાગ્યની રેખાને પણ બદલીને સફળતાના શિખર પર પહોંચાડે છે…

વાત છે સંસ્કૃત સાહિત્યના એક મહાન સાહિત્યકાર કવિ કાલિદાસની. જેમના માટે કહેવાય છે કે, ‘કાલિદાસ જેવો કોઈ સાહિત્યકાર થયો નથી.’ લોકવાયકા અનુસાર કવિ કાલિદાસ ખૂબ જ ઓછી બુદ્ધિ ધરાવતા હતા. એકવાર કાલિદાસ પોતાની પત્નીના ઘરનું બારણું ખટખટાવ્યું, ત્યારે પત્નીએ પૂછ્યું,‘અસ્તિ કશ્ચિદ્‌ વાગ્વિશેષઃ’ અર્થાત્‌ તમારી પાસે કોઈ ભાષાવૈભવ છે? આ અપમાનભર્યા શબ્દો કાલિદાસના અંતરમાં સોંસરા ઊતરી ગયા. તેમણે સંસ્કૃત ભણવાનો સંકલ્પ કર્યો. આ તીવ્ર સંકલ્પના બળે તેઓ સંસ્કૃત ભાષાના મહાન કવિ થયા. પત્નીએ પૂછેલા પ્રશ્નાના ત્રણ શબ્દોથી શરૂવાત થતાં ત્રણ મહાન ગ્રંથો  ૧. કુમારસંભવમ્‌ ૨. મેઘદૂતમ્‌  અને ૩. રઘુવંશ-મહાકાવ્યમ્‌ તેમણે રચ્યાં. આમ, ભલે બુદ્ધિ ક્ષમતાં ઓછી હોય પણ માણસ સંકલ્પના બળે અસાધારણ કાર્ય પાર પાડી શકે છે.

આજે અબ્રાહમ લિંકનને કોણ નથી જાણતું. અબ્રાહમ લિંકન એટલે અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપતિ. પરંતુ જ્યારે લિંકનના જીવન પર એક નજર નાખવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે વ્યક્તિના સંકલ્પમાં કેટલી તાકાત છે. એક સામાન્ય કુટુંબમાં તેમનો જન્મ થયો. પ્રાથમિક અભ્યાસ બાદ ૨૨ વર્ષની ઉંમરે એક બિઝનેસ શરૂ કર્યો તેમાં અસફળતા મળી. ૨૩ વર્ષની ઉંમરે જંટ્ઠીં ઙ્મીખ્તૈજઙ્મટ્ઠર્િં ની ચૂંટણી પણ હારી ગયા. ૨૪ વર્ષની ઉંમરે નવો બિઝનેસ શરૂ કર્યો અને તેમાં પણ નિષ્ફળતા મળી. ૨૬ વર્ષની ઉંમરે પત્નીનું મૃત્યુ થયું. ૩૪ વર્ષની ઉંમરે ફરી ચૂંટણીમાં ઊભા રહ્યા પરંતુ તેમાં પણ પોતાના ભાગમાં હાર જ આવી. ૩૯ વર્ષની ઉંમરે ફરી પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળતા જ મળી. ૪૭ વર્ષની ઉંમરે વાઈસ પ્રસિડેન્ટની ચૂંટણીમાં પણ હારી ગયા. ફરી ૧૮૬૦માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહ્યા પરંતુ આ સમયે પરિણામ કંઈક અલગ જ આવ્યું. એટલે કે તેઓનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય થયો અને ૫૧ વર્ષની ઉંમરે અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપતિ બન્યા.  આમ, સતત ૩૦ વર્ષ સુધી સતત નિષ્ફળતાના પગથિયાં ચઢતાં ગયાં અને અંતે સફળાતાના શિખર પર પોતાનો ધ્વજ લહેરાવ્યો. આ અસાધારણ સફળતા પાછળનું પ્રેરક બળ હતું તેમણે કરેલો દૃઢ સંકલ્પ. ખરેખર, કરેલો દૃઢ સંકલ્પ માણસને સામાન્યમાંથી મહાન બનાવી શકે છે.

હાર માનો નહીં તો કોશિશ બેકાર નહીં હોતી,

કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી…..

એરિકનું નામ તો આપણે સાંભળ્યું જ છે. અમેરિકામાં જન્મેલ આ એરિકની ૧૩ વર્ષની ઉંમરે બન્ને આંખો જતી રહી.  છતાં પણ જીવનથી નિરાશ ન થયો. તેમણે સંકલ્પ કર્યો કે મારે દુનિયાના સૌથી ઊંચા પર્વતોને સર કરવા છે. આંખે દેખતાં માણસ માટે પણ અશક્ય લાગે તેવો આ સંકલ્પ હતો. પરંતુ એરિકે સંકલ્પને સાકાર કરી બતાવ્યો. મિત્રો ! આ છે સંકલ્પની તાકાત !

આવા તો અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. આ બધા પાસે તો બુદ્ધિક્ષમતા ઓછી હતી અને શારીરિક પણ ખામી હતી. જ્યારે આપણી પાસે યોગ્ય બુદ્ધિક્ષમતા પણ છે અને શારીરિક રીતે પણ આપણે સ્વસ્થ છીએ. બસ, હવે સંકલ્પ કરવાની જ વાર છે. જો આપણે મનમાં દૃઢ સંકલ્પ કરીશું તો સફળતાના શિખરો સર કરવામાં ભગવાન પણ આપણી સહાય કરશે. જે વાત ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના ૭૦મા વચનામૃતમાં કરે છે કે, ‘જેને સંકલ્પનું બળ છે અને પ્રયત્ન કરે છે તો તેને શાબાશ છે.’(ક્રમશઃ)

Previous articleમાંડવડા-૨ પ્રા. શાળામાં યોજાયેલ ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે