ભાવનગર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના શિક્ષકા નિતા એચ.રૈયાને શ્રેષ્ઠ શિક્ષકનો રાજયકક્ષાનો એવોર્ડ એનાયત

427

સંસ્થાના શિક્ષકની સતત ત્રીજા વર્ષે શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી રાજ્યના શિક્ષણ વિભાગની સમિતી દ્વારા કરવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ તેમજ ટ્રસ્ટીગણે એવોર્ડ વિજેતા નીતાબેનને અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પોતાની અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું હતુ કે શાળાએ સતત ત્રીજા વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી છે. આવી સિદ્ધિ મેળવનાર ગુજરાતની એકમાત્ર ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા છે. અત્રે ઉલેખનીય છે કે છેલ્લા ૨૧ વર્ષથી શાળાનું ધોરણ ૧૦ નું પરિણામ ૧૦૦ ટકા આવી રહ્યું છે . આમ શિક્ષણ નવી કેડી કંડારી  કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ ભાવેણાનું ગૌરવ વધાર્યું છે. નીતાબેન રૈયાને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મહામહીમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગરમાં પીએસઆઈ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક