એસ.ટી. દ્વારા જાફરાબાદથી ભુજ બસ મુકાતા લોકોમાં હર્ષની લાગણી

631

જાફરાબાદ શહેરમાં ઘણા સમયથી બસ સ્ટેશનની રજુઆતો થતી જ રહેતી હતી પરંતુ આગેવાનો, સામાજીક સંસ્થાઓ અને લોકોનીમ ાંગથી સરકારએ તત્કાલ બસ સ્ટેશન કાર્યરત કરાવેલ છે. જેના ભાગરૂપે ધીમે ધીમે નજીકના તેમજ દુરના વિસ્તારોની બસો ચાલુ થવા લાગી છે. તા. પ-૯ના રોજ જાફરાબાદથી ભુજ ભુજ- જાફરાબાદ જીએસઆરટીસીની એસ.ટી. બસના શુભારંભ એસ.ટી. કંન્ટ્રોલ પોઈન્ટ જાફરાબાદ બસ સ્ટેશનથી કરવામાં આવેલ આ એ.સી. બસ મુકવાથી લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. આ જાફરાબાદ ભુજ બસ લાંબા અંતરની હોવાથી સ્લીપીંગ કોચ એસી સુવિધા યુકત છે. આ બસનો શુભ આરંભ રાજુલા ડેપો મેનેજર, નિમિશાબેન ગઢવી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ પ્રસંગે વેપારી એસો. પ્રમુખ હર્ષદભાઈ મહેતા, કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રવિણભચાઈ બારૈયા, સીટીઝન ફોર્મના ચેરમેન એચ.એમ. ઘોઘારી, ગ્રાહક સુરક્ષાના પ્રમુખ કાલકૃષ્ણ સોલંકી, માનવ સેવા મંડળના સુરેશભાઈ મહેતા, રમેશભાઈ ચુડાસમા, જટાભાઈ, અશોકભાઈ, મહેન્દ્રભાઈ, વેપારી અગ્રણીઓ, કશ્યભાઈ પુરોહિત ભરતભાઈ બારૈયા, કિશોરભાઈસોલંકી, એસ.ટી.ના ટી.સી. સુરેશભાઈ વગેરે હાજર રહેલ અને મીઠાઈ ખવડાવી મીઠા મોઢા કરી જેના લીધે સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleયજ્ઞેશભાઈ ઓઝાનો હરિદ્વારા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આયર્વેદ નિદાન કેમ્પ યોજાયો