રાણપુર એ.પી.એમ.સી.ચુંટણીમાં ૨૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી

400

બોટાદ જિલ્લાના રાણપુર એ.પી.એમ.સી.ની ચુંટણી ૧૪ વર્ષ બાદ પ્રથમવાર આવતા ૩૬ ખેડુત ઉમેદવાર અને ૧૨ વેપારી કુલ મળીને ૪૮ ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા.જ્યારે આજે ૭ સપ્ટેમ્બર ફોર્મ પાછા ખેંચવાની તારીખ હોય જેમાં ૩૬ ખેડુત ઉમેદવારોમાંથી ૧૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા ખેડુતમાંથી ૨૧ ઉમેદવારો રહ્યા છે જ્યારે ૧૨ વેપારીઓમાંથી ૭ વેપારીઓએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા વેપારીમાંથી ૫ ઉમેદવારો રહ્યા છે.ખેડુતમાંથી ૨૧ અને વેપારીમાંથી ૫ કુલ મળી ૨૬ ઉમેદવારો સાથે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે ચુંટણી  માં વધુ ગરમાંવો આવશે.તારીખ-૧૭.૯.૨૦૧૯ ના રોજ રાણપુર એ.પી.એમ.સી.ખાતે ચુંટણી યોજાશે અને ૧૮.૯.૨૦૧૯ ના રોજ મતગણતરી કરવામાં આવશે..

 

Previous articleરૂ. ૬૫,૦૦૦/- ના મોબાઇલ ચોરી કરતા ઇસમને પકડી પડતી એલસીબ
Next articleયજ્ઞેશભાઈ ઓઝાનો હરિદ્વારા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો