દબંગ-૩ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રજૂ કરી દેવાશે

0
159

બોલિવુડના ભાઇજાન સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે દબંગ-૩ ફિલ્મ હવે રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં જ આ ફિલ્મને રજૂ કરવાનો હવે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. પહેલા એવા હેવાલ આવ્યા હતા કે સંજય લીલાની ફિલ્મ ઇન્સાહઅલ્લાહ જ્યારે રોકાઇ ગઇ છે ત્યારે હવે દબંગ ફિલ્મની રજૂઆત તારીખ ડિસેમ્બર ૨૦૧૯થી વધારીને ડિસેમ્બર ૨૦૨૦ કરી દેવામાં આવનાર છે. જો કે હવે ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ફિલ્મને ડિસેમ્બર ૨૦૧૯માં જ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેલી સોનાક્ષી સિંહાએ કહ્યુ છે કે ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવનાર નથી. આ ફિલ્મ તેના યોગ્ય સમય પર જ રજૂ કરવામાં આવનાર છે. સોનાક્ષીનુ કહેવુ છે કે તેને ફરી એકવાર પોતાના પસંદગીના ડિરેક્ટર પ્રબુ દેવા સાથે કામ કરીને ખુબ ખુશી થઇ રહી છે. તેનુ કહેવુ છે કે દબંગ સિરિઝમાં કામ કરવાની બાબત તેના માટે ખુબ ગર્વ સમાન છે. કારણ કે અગાઉની તમામ ફિલ્મમાં પણ તે મુખ્ય રોલમાં કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મની રજૂઆત સમયસર થઇ રહી છે. દબંગ સિરિઝમાં કામ કરીને તે ભારે ખુશ છે. સોનાક્ષીની હાલમાં જે ફિલ્મ આવી તે તમામ ફ્લોપ સાબિત થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here