સ્ટાર તાપ્સી પન્નુ અનુભવ સિંહાની ફિલ્મમાં ચમકશે

0
129

અનુભવ સિંહા અને તાપસી પન્નુ ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. રવિવારના દિવસે શુટિંગના પ્રથમ દિવસે તાપસી અને અનુભવ સિંહાએ સાથે પોઝ પણ આપ્યા હતા. ફિલ્મ આગામી વર્ષે માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. અ૬ે નોંધનીય છે કે આ પહેલા તાપસી અને અનુભવ સિંહાની જોડી મુલ્કમાં સાથે નજરે પડી હતી.

આ ફિલ્મમાં તાપસી એક વકીલના રોલમાં નજરે પડી હતી. તાપસીની સાથે ફિલ્મમાં રિશિ કપુર અને મનોજની ભૂમિકા હતી. રવિવારના દિવસે શુટિંગના પ્રથમ દિવસે કેટલાક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મની સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્ય્ટ્ઠાા હતા. ત્યારબાદ અનુભવ સિંહાએ લખ્યુ હતુ કે ૧૧ એક શુભ આંકડા તરીકે છે. આ તેમની ૧૧મી ફિલ્મ બની રહી છે. સાથે સાથે હજુ સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ પણ આ હોઇ શકે છે. ફિલ્મ ભારતની મહિલાઓને સમર્પિત ફિલ્મ તરીકે છે.

છઠ્ઠી માર્ચના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. તાપસી પન્નુએ પણ રિટિવીટ કરીને કહ્યુ છે કે અનુભવ સિંહાની આ ફિલ્મનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. જો કે ચાહકોમાં ફિલ્મના નામને લઇન ભારે ચર્ચા ચાલી રહી છે. તાપસીની સાથે અનુભવ સિંહા જે ફિલ્મ બનાવી રહ્યા છે તેનુ  નામ થપ્પડ રાખવામાં આવી રહ્યૂ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહેશે તેવો દાવો પહેલાથી જ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ તાપસી પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી રહી છે. તેની પિન્ક, મુલ્ક અને અન્ય તમામ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. સ્ટાર તાપસી બોલિવુડની સૌથી કુશળ અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તે રોમેન્ટિંગની સાથે સાથે એક્શન ફિલ્મ પણ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here