સ્ટાર બ્રાન્ડ પીટ અને જેનિફર એનિસ્ટન ફરી નજીક : રિપોર્ટ

0
121

હોલિવુડની સૌથી લોકપ્રિય જોડી એન્જેલિના જોલી અને બ્રાડ પીટ એકબીજા સાથે અલગ થઇ ગયા ત્યારે તમામ ચાહકો ભારે હતાશ થયા હતા. હવે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે બ્રાન્ડ પીટ અને જેનિફર એનિસ્ટન ફરી એકવાર નજીક આવી રહ્યા છે. બંન હાલમાં સાથે દેખાયા છે. બ્રાડ પીટ ફરી એકવાર તેના જુના પ્રેમ એનિસ્ટનની પાસે આવી ગયો છે. બંને સાથે મળીને રોમાંન્સ કરતા પણ દેખાયા છે. છેલ્લા થોડાક મહિનામાં એવા હેવાલ આવી રહ્યા હતા કે બંને એકબીજાની નજીક આવી રહ્યા છે. તાજેતરમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે બ્રાટ પીટ અને જેનિફર એનિસ્ટન એકાએક મેક્સિકોમાં ભેગા થઇ ગયા હતા. બ્રાડ પીટ પોતાની ફિલ્મ વંસ અપોન અ ટાઇમના કાર્યક્રમ માટે મેક્સિકો પહોંચ્યો હતો. જ્યારે એનિસ્ટન રજા માણવા માટે પહોંચી હતી. રિપોર્ટ મુજબ બંને મળી ગયા બાદ બંનેએ સાથે સમય ગાળ્યો હતો. ત્યારબાદ મેક્સિકોમાં જ રાક્ષે રોકાયા હતા. અમ માનવામાં આવે છે કે વાઇનની સાથે કલાકો સુધી બંને સાથે રહ્યા હતા. આ હેવાલ સપાટી પર આવ્યા બહાદ બ્રાડ પીટ અને જેનિફર એનિસ્ટનના સંબંધી ફરી ખુશ થઇ ગયા છે. આ પહેલા એવા પણ હેવાલ આવ્યા હતા  કે બ્રાડ પીટ અને જેનિફર એનિસ્ટન ઇટાલીમાં જ્યોર્જ ક્લુનીના આવાસ પર રજા માણવા માટે ગયા હતા. વર્ષ ૨૦૦૦માં બ્રાડ અને એનિસ્ટનના લગ્ન થયા હતા. જો કે વર્ષ ૨૦૦૫માં બંને અલગ થઇ ગયા હતા.ત્યારબાદ બ્રાડ પીટ અને એન્જેલિના જોલી એકબીજાની નજીક આવ્યા હતા. બ્રાડે જોલી સાથે મોડેથી લગ્ન કરી લીધા હતા. જેનિફર એનિસ્ટને ત્યારબાદ જસ્ટીન થેરોક્સ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન વધારે સમય સુધી ચાલી શકી ન હતી. બંને ફરી અલગ થઇ ગયા હતા. બ્રાડ પીટ અને એનિસ્ટનના સંબંધોની ચર્ચા ફરી શરૂ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here