હવે રિયા ચક્રવર્તિ અને સુશાંત એકબીજાના પ્રેમમાં :અહેવાલ

0
114

સેક્સી સ્ટાર રિયા ચક્રવર્તિ  હાલમાં સુશાંત સિંહ રાજપુતના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. જો કે આને સમર્થન મળી રહ્યુ નથી. રિયા ચક્રવર્તિ ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર વધારે ચર્ચામાં જોવા મળી રહી છે. તે બોલિવુડમાં વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તે  સોશિયલ મિડિયામાં વધારે ચર્ચાંમાં જોવા મળી રહી છે. ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બેંક ચોરમાં દેખાયા બાદ હવે રિયા ચકવર્તિ નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ તે મુરાદ ખેતાનીની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે આ ફિલ્મમાં સુરજ પંચોલી સાથે નજરે પડનાર છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. મુબારકા ફિલ્મના નિર્માતા ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ પ્રકારની ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મ એક જવાન પર આધારિત છે. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પોસ્ટિંગ લેતા રહે છે. સુરજ પંચોલી આ ફિલ્મમાં રોલ કરવા માટે એક જવાની ટ્રેનિંગ લેનાર છે. આર્મીના જવાનના રોલમાં તે દેખાશે. ફિલ્મ કાશ્મીરમાં નવેમ્બરના અંતમાં શુટિંગ માટે જશે. નામ ફિલ્મનુ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ ટુંક સમયમાં ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવનાર છે. રિયા અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. . જાણકાર લોકોનુ કહેવુ છે કે આગામી દિવસોમાં રિયા ચક્વર્તિ પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. યુવા અભિનેતા સુરજ પંચોલી પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. આવી સ્થિતીમાં આ ફિલ્મ હાથ લાગી છે. વિતેલા વર્ષોના સ્ટાર આદિત્ય પંચોલીના પુત્ર પંચોલીએ હવે બોલિવુડમાં પગ જમાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તે હિરો સામે બોલિવુડમાં પ્રવેશ્યો હતો. જો કે ફિલ્મ સરેરાશ સફળતા જ હાંસલ કરી શકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here