“છેલ્લી ઘડીએ કપ્તાન બદલવામાં આવતા તેની અસર ટીમ પર થઇ હતી”

368

બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ઓલરાઉન્ડર મોહમ્મદ નાબીએ “આક્રમક” કેપ્ટન રાશિદ ખાનની પ્રશંસા કરી હતી. જ્યારે વર્લ્ડ કપમાં તેમના નબળા પ્રદર્શન અંગે કહ્યું હતું કે છેલ્લી ઘડીએ કપ્તાન બદલવામાં આવતા તેની અસર ટીમના પ્રદર્શન પર થઇ હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એપ્રિલમાં નવા નેતૃત્વ યુગની શરૂઆત કરી હતી, જેમાં રહેમત શાહ, ગુલબદીન નઈબ અને રાશિદને અનુક્રમે ટેસ્ટ, વનડે અને ટી -૨૦ ટીમોની કપ્તાની સોંપવામાં આવી હતી. અસગર અફઘાનના કેપ્ટન તરીકેના ચાર વર્ષના કાર્યકાળનો અંત આવ્યો હતો. અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાં તેમની તમામ નવ મેચ હારી ગયું હતું. નઈબની કપ્તાની ભારે ટીકા થઇ હતી. ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ થ્રિલર દરમિયાન તેના ઓન-ફિલ્ડ નિર્ણયો કોઈને સમજાય નહીં તેવા હતા. બાંગ્લાદેશ સામેની જીત બાદ નાબીએ કહ્યું કે, ટીમનું કોમ્બિનેશન સૌથી મહત્ત્વનું છે.

Previous articleહવે રિયા ચક્રવર્તિ અને સુશાંત એકબીજાના પ્રેમમાં :અહેવાલ
Next articleઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતીય ટીમ રશિયા સામે રમશે