ટિમ પેન ’એક્સિડેન્ટલ’ કેપ્ટનથી ઈતિહાસ રચવાની નજીક પહોંચ્યો

0
174

ગ્રેગ ચેપલ પણ આ મુકામ સુધી ન પહોંચી શક્યો અને રિકી પોન્ટિંગ તથા માઇકલ ક્લાર્ક પણ બે-બે તક મળવા પર તે હાસિલ ન કરી શક્યાં. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેનની પાસે ઈતિહાસમાં નામ નોંધાવવાની તક છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ જો ઈંગ્લેન્ડમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર ટાળી દે તો પેન ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતનારા કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ જશે. ૧૮ વર્ષ પહેલા સ્ટીવ વોની ટીમે ઈંગ્લેન્ડને ૪-૧થી હરાવ્યું હતું. ત્યારબાદ કોઈપણ કાંગારૂ ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર એશિઝ જીતી શકી નથી.

વો, ચેપલ, પોન્ટિંગ અને ક્લાર્કનું નામ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટરો અને કેપ્ટનોમાં સામેલ થાય છે. કોઈપણ ત્યાં સુધી કે ખુદ પેન પણ તેને આ શ્રેણીમાં રાખવા ઈચ્છશે નહીં. અને જે સ્થિતિમાં તેને ઓસ્ટ્રેલિયન ટીમની આગેવાની મળી તે પણ ઘણી અસામાન્ય હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here