મોરારિબાપુ-સંતો વચ્ચે વિવાદનો અંત ઝડપથી આવશે : જૂનાગઢ મેયર

910

મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ચાલી રહેલા મુદ્દે તમામ લોકો સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર સતત વીડિયો અપલોડ કરીને વિવાદને ચગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. આ મામલે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલે નિવેદન આપ્યું છે કે, મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચેના વિવાદનું સમાધાન ગણતરીના કલાકોમાં આવી જશે.

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સ્વામિનારાયણ સંતોના પ્રતિનિધિ તરીકે ઇન્દ્રભારતી બાપુને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે કોઈ વિવાદ ન હોવો જોઈએ. આ વિવાદ સમાપ્ત થાય તેવા અમારા પ્રયાસો છે. આ વિવાદ ગણતરીની કલાકોમાં જ પૂરો થઈ જશે.

ધીરૂભાઈ ગોહિલે જણાવ્યું કે, “ભવનાથના અનેક સંતોના મારા પર આશીર્વાદ છે. સ્વામિનારાયણ ધર્મના અનુયાયી તરીકે હું બાપુને મળ્યો હતો. પૂજ્ય મોરારિબાપુએ કથામાં જે પણ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો તેનો અર્થ કે અનર્થ કરાયો હતો. સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મના જ બે ભાગ છે, તેમની વચ્ચે વિવાદ ન હોવો જોઈએ. મેં સ્વામિનારાયણના સંતો અને ઇન્દ્રભારતી બાપુ સહિતના લોકો સાથે વાતચીત કરી છે. કોઈને વિવાદમાં જરા પણ રસ નથી. મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયે લોકોને સારા માર્ગે દોર્યા છે. આપણા ધર્મની વાત અહીં જ રહે તે જરૂરી છે. કોઈ પણ વાદ અને વિવાદ સાથે સાંજે આ પ્રશ્નનું સમાધાન આવી જશે તેવો મને વિશ્વાસ છે.

Previous articleનકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની એરપોર્ટ પર ધરપકડ
Next articleહૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં આગ, આઈસીયુના બાળકોને શિફ્ટ કરાયા