વરસાદથી તૂટેલા માર્ગોની મરામત માટે મહાનગરોને રૂ. ૨૧૬ કરોડ ફાળવાશે

0
199

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. ર૧૬ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાને કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાળવણી તહેત અમદાવાદ મહાપાલિકાને રૂ. ૬૦ કરોડ, સુરતને રૂ. પ૦ કરોડ, વડોદરાને રૂ. ૩પ કરોડ, રાજકોટને રૂ. રપ કરોડ, ભાવનગરને રૂ. ૧પ કરોડ, જામનગરને રૂ. ૧પ કરોડ, જૂનાગઢને રૂ. ૦૬ કરોડ અને ગાંધીનગરને રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી આ વર્ષે ચોમાસા દરમ્યાન મહાનગરોમાં માર્ગોને થયેલા નૂકશાનની દુરસ્તીના કામો નવરાત્રીમાં શરૂ કરી દેવાશે. આ રકમમાંથી મહાનગરપાલિકાઓને ગત વર્ષની ફાળવણીના ધોરણે વસ્તીના આધારે કુલ રૂ. ર૪૧.પ૦ કરોડ અને નગરપાલિકાઓને કુલ રૂ. રપ૮.પ૦ કરોડ ફાળવવાના થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here