તાપસી પન્નુનો ઘટસ્ફોટઃ ‘હું સિંગલ નથી’

0
151

તાપસી પન્નુ એક પછી એક હિટ ફિલ્મ આપી રહી છે અને બોલિવૂડમાં હવે તે એક નામસીન હીરોઈન બની ગઈ છે. મિશન મંગલમાં પણ તેણે અદભૂત રોલ કર્યો છે અને આ ફિલ્મ પણ બ્લોક બાસ્ટર સાબિત થઈ છે. જેવી રીતે બોલિવૂડમાં બાકીની હીરોઈન પર પણ લવ અફેરની ચર્ચાઓ કરવામાં આવતી હોય એ જ રીતે તાપસી પર પણ કરવામાં આવતી હતી પરંતુ હવે અભિનેત્રીએ આ મુદ્દે ખુલીને વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તાપસી પન્નુએ પોતે કોની સાથે રિલેશનશીપમાં છે અને ક્યારે લગ્ન કરશે એ પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે સિંગલ નથી. હા એ પણ કહ્યું કે તે જેની સાથે રિલેશનમાં છે તે બોલિવૂડ કે પછી કોઈ ક્રિકેટરમાંથી નથી. હવે લોકોમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે તાપસી જેને ડેટ કરી રહી છે તે કોણ છે અને કયા ફિલ્ડમાંથી હોઈ શકે. એક મળતા રિપોર્ટ પ્રમાણે તાપસીની બહેન સગુને આ બંન્નેને એક વખત મળાવ્યા હતા. લગ્નની વાત પર તાપસીએ કહ્યું કે લગ્ન તો ત્યારે જ કરીશ કે જ્યારે એમને એક બાળક જોઈતું હશે. હાલમાં જ તાપસીએ ફિલ્મ થપ્પડનું શુટિંગ શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here