ભારતે કોઈ દબાણ નથી કર્યું, પાક.ને હરાવી શકીએ છીએ : શ્રીલંકા સ્પોટ્‌ર્સ મિનિસ્ટર

0
96

શ્રીલંકન ક્રિકેટ ટીમના ૧૦ ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પરથી નામ પાછું ખેંચી લીધું છે. આ અંગે પાકિસ્તાનના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે આમાં ભારતનો હાથ છે. તેના જવાબમાં શ્રીલંકાના સ્પોટ્‌ર્સ મિનિસ્ટરે કહ્યું કે, આ આરોપ ખોટો છે. અમારા ખેલાડીઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. અમે પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવી શકીએ છીએ. લંકાની ટીમ પાકિસ્તાનમાં ૨૭ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ૩ વનડે અને ૩ ટી-૨૦ રમશે. તેણે પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ રમવાથી ઇન્કાર કરી દીધો છે.

ફવાદે ટ્‌વીટમાં લખ્યું કે, મને અમુક સ્પોટ્‌ર્સ કોમેન્ટેટરે જણાવ્યું છે કે ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકી આપી છે કે જો તે પાકિસ્તાન રમવા જશે તો તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા નહીં મળે. આ ભારતની બહુ ખરાબ ચાલ છે. શ્રીલંકાના ખેલ મંત્રી હેરિન ફર્નાન્ડોએ કહ્યું હતું કે ખેલાડીઓ સુરક્ષાને લઈને ચિંતિત હતા. તેઓ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને તેમને સમજાવશે કે ટીમને ત્યાં પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવશે.

૨૦૦૯માં શ્રીલંકા ક્રિકેટ ટીમ ૩ ટેસ્ટ અને ૩ વનડે મેચની સીરિઝ માટે પાકિસ્તાનના પ્રવાસ ગઈ હતી. ૧ માર્ચે સીરિઝની બીજી ટેસ્ટ શરૂ થઇ હતી. ૩ માર્ચના રોજ લાહોરના લિબર્ટી ચોક પર શ્રીલંકન ટીમની બસ પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં શ્રીલંકાના સપોર્ટ સ્ટાફ સહિત ૭ ખેલાડીઓ ઘાયલ થયા હતા. તે ઘટના પછી ટીમોએ પાકિસ્તાન પ્રવાસ પર જવાનું બંધ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here