બધા યુવા ખેલાડીઓ સામે ટી-૨૦ના ઘણા પડકારો છે

430

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાની સામે હવે ભારતીય ટીમ મેદાનમાં ઉતરનાર છે. ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ૧૫મી સપ્ટેમ્બરથી ત્રણ મેચોની ટ્‌વેન્ટી-૨૦ શ્રેણી રમાનાર છે. ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત દેખાઇ રહી છે. ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણી બાદ એક ટેસ્ટ મેચ પણ રમાનાર છે. જો કે હાલમાં ટીમ મેનેજમેન્ટની તમામ નજર યુવા ખેલાડીઓ પર કેેન્દ્રિત થઇ ગઇ છે. જે ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે તેમના પર તમામની નજર રહેનાર છે. આગામી વર્ષે ટ્‌વેન્ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેથી ટીમ મેનેજમેન્ટ વધુને વધુ પ્રમાણમાં યુવા ખેલાડીઓને તક આપવા માટે ઇચ્છુક છે. પ્રતિભાશાળી ખેલાડીઓ વર્લ્ડ પહેલા તૈયાર થઇ શકે તે માટે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. કોચ રવિ શાસ્ત્રી પોતે પણ કહી ચુક્યા છે કે અમારુ મુખ્ય ધ્યાન યુવા ખેલાડીઓ પર કેન્દ્રિત રહેનાર છે. ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સેની, સ્પીનર રાહુલ ચાહર, વોશિગ્ટન સુન્દર પાસે પોતાની કુશળતાને સાબિત કરવા માટે પુરતી તક રહેલી છે. ટીમમાં પોતાની જગ્યાને પાકી કરવા માટે યોગ્ય તક રહેલી છે. બોલર ઉપરાંત બેટ્‌સમેનો માટે પણ આવી જ સ્થિતી રહેલી છે. શ્રેયસ અય્યર પર તમામની નજર રહેશે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં અય્યરે જોરદાર દેખાવ કર્યો હતો. અય્યરે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને વિરાટ કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ પ્રશંસા કરી ચુક્યો છે. બીજી બાજુ વિકેટકિપર બેટ્‌સમેન રિશભ પંત પણ પોતાના દેખાવમાં સુધારા કરવા માટે તૈયાર છે. તેને પોતાના દેખાવમાં સુધારો કરવાની જરૂર છે. ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો રોહિત શર્માને ઓપનિંગમાં બેટિંગ કરવા માટેની તક મળી શકે છે. આના માટેના સંકેત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ આપી ચુક્યા છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદથી પસંદગીકારોની કોઇ બેઠક થઇ નથી પરંતુ ટુંકમાં જ આ સંબંધમાં નિર્ણય કરવામાં આવી શકે છે.  તેમની વચ્ચે મેચોને લઇને જોરદાર ઉત્સુકતા પ્રવર્તી રહી છે. કેપ્ટન કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઇ પણ પ્રકારની ખેંચતાણ હોવાના હેવાલને કોચ રવિ શાસ્ત્રી રદિયો આપી ચુક્યા છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે આફ્રિકાને મુશ્કેલીમાં મુકવા માટે તૈયાર છે.ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે આફ્રિકાની સામે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. બીજી બાજુ પ્રવાસી આફ્રિકાની ટીમ પણ ભારતમાં જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયા જોરદાર દેખાવ કરવા માટે પહેલાથી જ તૈયાર છે. ભારતીય ટીમ પર હવે તમામની નજર છે.

Previous articleભારતે કોઈ દબાણ નથી કર્યું, પાક.ને હરાવી શકીએ છીએ : શ્રીલંકા સ્પોટ્‌ર્સ મિનિસ્ટર
Next articleયુરો ક્વાલિફાયર્સ : જર્મની અને બેલ્જિયમની જીત થઇ