નાના ઉદ્યોગકારોને રાહત મળશેઃ રિટર્ન ફાઇલ પ્રક્રિયામાં વધુ સરળ વિકલ્પ અપાશે

422

નાના તથા મધ્યમ ઉદ્યોગકારો માટે સારા સમાચાર કહી શકાય તેમ છે. આગામી દિવસોમાં નાના ઉદ્યોગકારોની ધ્યાનમાં લઈને તેમના રિટર્ન ફાઇલ ની પ્રક્રિયા સરળ કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં લઈને વધુ એક સરળ વિકલ્પ આપવામાં આવશે. જીએસટી કાઉન્સિલની ૨૦ સપ્ટેમ્બરે મળનારીબેઠકમાં આ માટે પગલાં લેવાઈ શકે છે. જેની શરુઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓને જીએસટી નંબર મેળવવા માટેની ટર્ન ઓવરની મર્યાદા ૨૦ લાખ માંથી વધારીને ૪૦ લાખ કરવામાં આવશે. જીએસટી રિટર્ન ની પ્રૂક્રયા બને તેટલી સરળ કરવામાં આવશે. તેમજ વધુ ઝડપથી સમયમર્યાદાની અંદર જ રિટર્ન ફાઈલ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનુ સૂત્રો પાસેથી માહિતી મળી છે. વેપારીઓને તેમજ કરવેરા સલાહકારો અને ઘણી રાહત મળશે એવું રાજકોટના કરવેરા સલાહકારો જણાવી રહ્યા છે.

વેપારીઓને તેના સેલ્સ ઈનવોઈસ એ.એન.એક્સ.-૧ માં ફાઈલ કરીને અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ શક્ય તેટલા જલ્દી સમયમર્યાદા પહેલા ફાઇલ કરી શકાયકરી શકાય તે પ્રકારની કરવામાં આવી છે. જ્યારે એ.એન.એક્સ-૨ ફોર્મ દ્વારા યોગ્ય સમયે ઈવવોઈસના દાવાઓ, રિજેક્ટ આઈટમ, એરર કે પછી બાકી રહેલા સુધારાને અવકાશ રહેશે. એ.એન.એક્સ – ૨ એ ઓટોમેટીક જનરેટ થતું ફોર્મ છે. જેમાં રિટર્ન ૧,૨ અને ૩નો સમાવેશ થાય છે. દર મહિનાની ૨૦ તારીખે કરદાતાઓએ ફાઈલ કરવાનું રહેશે તેમજ ૨૫મીએ ત્રિમાસિક રિટર્ન કરદાતાઓએ ફાઈલ કરવાના રહેશે.

Previous articleયુરો ક્વાલિફાયર્સ : જર્મની અને બેલ્જિયમની જીત થઇ
Next articleશેરબજારમાં લેવાલી : સેંસેક્સ વધુ ૧૨૫ પોઈન્ટ સુધી સુધાર્યો