યુરો ક્વાલિફાયર્સ : જર્મની અને બેલ્જિયમની જીત થઇ

452

એસ્તોનિયાને યુરો ૨૦૨૦ ક્વાલિફાયર્સમાં પોતાના ગ્રુપ સીની મેચમાં નેધરલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. શક્તિશાળી નેધરલેન્ડે એસ્તોનિયા પર ૪-૦થી જીત મેળવી હતી. એસ્તોનિયાને પોતાના રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સારા દેખાવ કરવાની સારી તક હતી. જો કે તે મેચ જીતી શક્યુ ન હતુ. મોટી સંખ્યામાં ચાહકો આ મેચ જોવા માટે મેદાનમાં ઉપસ્થિત હતા. નેધરલેન્ડે શરૂઆતથી જ જોરદાર રમત રમીને મેચમાં પ્રભુત્વ જમાવી લીધુ હતુ. ટીમના ફોરવર્ડ ખેલાડજી રેયાન બાબેલે મેચની ૧૭મી મિનિટમાં જ શાનદાર ગોલ કરી દીધો હતો. આની સાથે જ ટીમે ૧-૦ની લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે જીત મેળવવા અને લીડ કાપવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. બાબેલે બ્રેક બાદ બીજો ગોલ પણ કર્યો હતો. ક્વાલિફાયરની અન્ય મેચોમાં બેલ્જિયમે સ્કોટલેન્ડ પર ૪-૦થી જીત મેળવી હતી. જર્મનીએ ઉત્તર આયરલેન્ડ પર ૨-૦થી જીત મેળવી હતી. તમામ મેચો રોમાંચક વાતાવરણમાં રમાઇ હતી. ક્વાલિયર મેચોમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળે છે. યુરો ૨૦૨૦ માટેની મેચોનો દોર હાલમાં ચાલી રહ્યો છે. જર્મનીની હાલમાં જ નેધરલેન્ડ સામે હાર થતા તેને ફટકો પડ્યોહતો. છેલ્લા વર્લ્ડ કપમાં જર્મનીની ટીમ શરૂઆતમાં જ બહાર ફેકાઇ જતા તમામ ફુટબોલ ચાહકો હતાશ થયા હતા. નેધરલેન્ડની ટીમ હાલમાં જોરદાર દેખાવ કરીને મોટા અપસેટ સર્જી રહી છે. તે ક્વાલિફાયર મેચોમાં અન્ય ટીમો કરતા વધારે જોરદાર દેખાવ કરીને ફુટબોલ ચાહકોનુ ધ્યાન ખેંચી રહી છે. જર્મનીને પોતાના દેખાવમાં હજુ સુધારો કરવાની જરૂર દેખાઇ રહી છે. કારણ કે ફુટબોલ ચાહકો તેની પાસેથી વધારે જોરદાર રમતની આશા રાખી રહ્યા છે. છેલ્લા વર્લ્ડ કપમાં ફેંકાઇ ગયા બાદ જર્મની યુવા ખેલાડીઓ પર વધારે ધ્યાન આપી રહી છે.

 

Previous articleબધા યુવા ખેલાડીઓ સામે ટી-૨૦ના ઘણા પડકારો છે
Next articleનાના ઉદ્યોગકારોને રાહત મળશેઃ રિટર્ન ફાઇલ પ્રક્રિયામાં વધુ સરળ વિકલ્પ અપાશે