મીઠાઈ વાળા વેપારીઓને ભાવ કાબુમાં લેવા મામલતદારને આવેદન આપતું સિહોર કોંગ્રેસ

0
211

સિહોર શહેરમાં તહેવારો ના દિવસો માં ગરીબ માણસો મીઠું મોઢું પણના કરી શકે એવા બેફામ ભાવ લેતા મીઠાઈ વાળા વેપારીઓને કાબુ માં લેવા મામલતદારને આવેદન આપતું શિહોર કોંગ્રેસ  શિહોર શહેર માં હાલ વીતેલા તહેવારો માં મીઠાઈ ના વેપારીઓ એ પ્રજા માં લૂંટ ચલાવી હોય એવા ભાવ લીધા છે કોઈ મર્યાદા નહીં કોઈ બિલ નહીં કોઈ ક્વોલિટી નહીં અને એને કોઈ કહેવા વાળું નહીં એ સ્થિતિ માં શિહોર કોંગ્રેસે પ્રજા ની પડખે ઉભા રહેવા આવતા દિવસોમાં મીઠાઈ ના વેપારીઓ ને કાબુમાં રાખવા શિહોર મામલતદારને શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, નાનુભાઈ ડાખરા , છોટુભા રાણા વગેરે એ રૂબરૂ લેખિત આવેદન આપ્યું અને તેનો અમલ ના થાય તો આંદોલનની પણ ચીમકી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here