જરૂરિયાતમંદ લોકોની વચ્ચે રહીએ તો અંતરઆત્મા સદા જીવતો રહે છે અને સેવાકિય કાર્યો કરવા બળ મળે છે- જીતુભાઇ વાઘાણી

0
150

ભાવનગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે વિશિષ્ટ સારવાર કેમ્પ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગ, એજ્યુકેશન કીટ, કપડાં વિતરણ , દર્દીઓ માટે ફ્રુટ વિતરણ તેમજ વૃક્ષારોપણ જેવાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સતત ૩ વર્ષથી ચાલતા વિશિષ્ટ સારવાર કેમ્પમાં આ વર્ષે ૧,૪૭૮ દર્દીઓએ લાભ લીધો હતો. જેમને નિઃશુલ્ક સારવાર , દવાઓ તેમજ માર્ગદર્શન અપાયું હતું. તદુપરાંત ૧,૧૩૦ નિરાધાર બાળકોને તેમજ ૨૯૦ દિવ્યાંગ લોકોને કાપડ વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા ધો.૧ ના આશરે ૧,૬૦૦ વિદ્યાર્થીઓએ સ્કુલ બેગ તેમજ એજ્યુકેશન કીટ અર્પણ કરાયા હતાં.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે લોકો નિરોગી બને તેમજ રોગીઓ પુનઃ સ્વાસ્થય પ્રાપ્ત કરે તેમજ સારા કાર્ય થકી બીજામાં પણ કંઈક સારૂ કરવાનો ભાવ ઉભો થાય એ હેતુથી આ મેડિકલ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું છે.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે નિરાધાર બાળકોની કાળજી એ સમાજની નૈતિક જવાબદારી છે, જરૂરિયાતમંદ લોકોની વચ્ચે રહીએ તો અંતરઆત્મા સદા જીવિત રહે છે અને સેવાના કાર્યો કરવા સતત બળ પુરૂ પાડે છે.

આ પ્રસંગે  મહેશ કસવાળા, મેયર મનહરભાઈ મોરી, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવળ, કોર્પોરેટરઓ, પદાધિકારી તથા અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here