સોફી ચોધરી તેમજ કિમ શર્મા વરૂણથી ભારે પ્રભાવિત

0
123

એમ લાગે છે કે સોફી ચોધરી અને અભિનેત્રી કિમ શર્મા અભિનેતા વરૂણ ધવનની એક ખાસ ક્વાલિટીથી ભારે પ્રભાવિત રહી છે. બંને વરૂણ પર એટલી હદ સુધી ફિદા છે કે તેમને હાયર કરવાની યોજના ધરાવે છે. હવે તમામ ચાહકો વિચારી રહ્યા હતા કે વરૂણ ધવનમાં એવી શુ વિશેષતા છે જેના કારણે તેને આ બંને અભિનેત્રી હાયર કરવા માટે ઇચ્છુક છે. સોફી અને કિમ બન્ને વરૂણને ખુબ પસંદ કરે છે. હકીકતમાં આ બંને સ્ટાર વરૂણ ધવનની ફોટો એડિટિંગ કુશળતાના કારણે ભારે પ્રભાવિત રહી છે. વરૂણ ધવને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને તમામને માહિતી આપી છે. જેને એડિટ કરીને બેકગ્રાઉન્ડમાં મોશન સ્ટાઇલમાં આસમાન સાથે જોડવાની ક્રિએટિવીટી દર્શાવવામાં આવી રહી છે. આ ફોટો સાથે વરૂણે લખ્યુ છે કે તે પોતાની ફોટો એડિટિંગ કુશળતાથી પોતે પ્રભાવિત છે. વરૂણના આ ફોટો પર સોફીએ જવાબમાં લખ્યુ છે કે તે પોતોનો વોટર ફોળવાળો ફોટો મોકલી રહી છે. પ્લીજ એડિટ કરી દેજો. બીજી બાજુ  કિમે લખતા કહ્યુ છે કે તેના ફોટોને પણ એડિટ કરવામાં આવે તેમ તે વિનંતિ કરે છે. હવે મે તેરા હિરોની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ પણ પ્રભાવિત થઇ છે. ઇલિયાના દ્વારા વરૂણના ફોટાના સંબંધમાં લખ્યુ છે કે તે પણ એડિટિંગ સ્કીલ્સના કારણે ભારે પ્રભાવિત રહી છે. એમ માનવામાં આવે છે કે બોલિવુડની અભિનેત્રીઓ વરૂણ ધવનથી ભારે પ્રભાવિત છે. ખાસ કરીને તેમની એડિટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત થયેલી છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરવામા ંઆવે તો વરૂણ ધવન હાલમાં કુલી નંબર વનની રીમેકમાં કામ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here