નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : મેટ્‌સ વિલાન્ડર

0
172

ન્યુયોર્ક ખાતે હાલમાં જ રમાયેલી વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગમાં સિગલ્સ ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જનાર સ્પેનીશ સ્ટાર હવે ટેનિસ ઇતિહાસના સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડી બનવાની દિશામાં આગળ વધી શકે છે. પૂર્વ સ્ટાર ટેનિસ ખેલાડી મેટ્‌સ વિલાન્ડરે દાવો કર્યો છે કે રાફેલ નડાલમાં ગ્રાન્ડ સ્લેમ જીતવાની ભુખ હજુ પણ રોજર ફેડરર કરતા વધારે છે. રોજર ફેડરરે હજુ સુધી સૌથી વધારે ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી છે. આવી જ રીતે નડાલે ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીતી છે. નડાલ પહેલાથથી જ મહાન ટેનિસ ખેલાડી પીટ સામ્પ્રસના રેકોર્ડને તોડીને આગળ નિકળી ચુક્યો છે. સામ્પ્રસે પોતાના ગાળામાં ૧૪ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના રોય એમરસન અને સર્બિયાના નોવાક જોકોવિકે ૧૬ ગ્રાન્ડ સ્લેમ પોતાના નામ પર કરી છે. મેટ્‌સ વિલાન્ડરે કહ્યુ છે કે નડાલ પહેલા કરતા વધારે શક્તિશાળી રમત હાલના સમયમાં રમી રહ્યો છે. વર્ષ ૧૯૮૮માં યુએસ ઓપનનો તાજ જીતનાર વિલાન્ડરે કહ્યુ છે કે તે હવે વધારે કુશળ રમત દર્શાવી રહ્યો છે. વર્ષ ૨૦૨૦માં તે વધારે ઉંચા નૈતિક જુસ્સા સાથે હવે મેદાનમાં ઉતરી શકે છે. નડાલે ફ્રેન્ચ ઓપનમાં તો હમેંસા સર્વોપરિતા સાબિત કરી છે. સાથે સાથે હવે તે યુએસ ઓપનમાં પણ ભવ્ય દેખાવ કરી શક્યો છે. અત્રે નોંધનીય છે કે  રોમાંચ વગરની યુએસ ઓપન ફાઇનલ મેચમાં નડાલે મેદવેદેવ પર જીત મેળવી હતી.  આ મેચ અતિ રોમાંચક રહી હતી. પાંચ કલાકથી પણ વધુ સમય સુધી  મેચ ચાલી હતી.  અનેક અપસેટ સર્જીને ફાઇનલમાં પહોંચેલારશિયાના શક્તિશાળી મેદવેદેવ પાસે  સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ તે ફ્લોપ રહ્યો હતો. બીજી બાજુ સ્પેનિશ નંબર બે  ખેલાડી નડાલે ધરખમ દેખાવ કર્યો હતો.  નડાલે ચાર ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે. જો કે તેની સામે પ્રથમ વખત નોવાક જોકોવિક ન હતો. દુનિયાના નંબર વન ખેલાડી નડાલે શાનદાર રમતથી મેદાનમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને રોમાંચિત કરી દીધા હતા.  યુએસ ઓપનની  ફાઇનલ મેચમાં નડાલે આ વખતે જોરદાર રમત રમી હતી. મેદવેદેવે નડાલ સામે બે સેટો જીતીને મેચને રોમાંચક બનાવી હતી. મેચમાં વાપસી કરવાની નડાલે ક્યારેય તક આપી ન હતી. મેચમાં નડાલે પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી.  નડાલ પાસે ગ્રાન્ડ સ્લેમનો અનુભવ પણ હતો. જો કે એન્ડરસન તરફથી કોઇ ટક્કર અપાઇ ન હતી. નડાલ મેચમાં છવાયેલો રહ્યો હતો. યુએસ ઓપનમાં જીત મેળવી લીધા બાદ નડાલ પાસેથી હવે અપેક્ષા વધી ગઇ છે. તે વધારે જોરદાર દેખાવ કરવા માટે હે તૈયાર છે. તેની તૈયારી પણ કરી રહ્યો છે. આ વખતે યુએસ ઓપનમાં શરૂઆતથી જ મોટા અપસેટ સર્જાવવાની શરૂઆત થઇ ગઇ હતી. ફેડરર અને જોકોવિક બહાર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here