ભાજપ દ્વારા ‘સદસ્યતા નોધણી અભિયાન’ અંતર્ગત  જીતુભાઇ વાઘણીની સક્રિય સદસ્ય નોધણી કરાઈ

562

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં સદસ્ય નોધણી અભિયાન ચલાવી પક્ષમાં નવા પ્રાથમિક સદસ્યોને નોંધવામાં આવ્યા બાદ સદસ્યતા નોધણી અભિયાન નો બીજો તબક્કો સક્રિય સદસ્ય નોધણી અભિયાનનો હાલમાં ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે ગુજરાત પ્રદેશ ભા.જ.પા.ના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ને સક્રિય સદસ્ય તરીકે નોંધવામાં આવ્યા હતા.

આ અંગે શહેર ભા.જ.પા. અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવામાં આવી રહેલ સંગઠન પર્વ ના વિવિધ તબક્કાઓ માં પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાન પૂર્ણ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ એક લાખ સદસ્યના લક્ષાક કરતા વધુ ભાવનગર મહાનગર ખાતે બંને વિધાનસભામાં એક લાખ અગિયાર હજાર (૧,૧૧,૦૦૦) સદસ્યો નોંધાયા હતા અને સંગઠન પર્વમાં સદસ્યતા ઝુંબેશમાં ભાવેણા પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યા બાદ સંગઠન પર્વના બીજા તબક્કામાં સક્રિય સદસ્યતા નોધણી કરવામાં આવી રહી છે જેમાં મહાનગરના તમામ વોર્ડમાં પક્ષના જુના અને નવા સદસ્યોમાંથી સક્રિય સદસ્યોની નોધણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે જીતુભાઇ વાઘાણીના ઇસ્કોન સ્થિત નિવાસસ્થાને તેઓને સક્રિય સદસ્ય તરીકે નોધણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સંરચના પ્રક્રિયા અને સંગઠન પર્વની પ્રક્રિયા લોકતાંત્રિક રીતે આગળ વધી રહી છે જે મુજબ તમામ જુના સદસ્યોને ત્રણ વર્ષ બાદ તેનું સભ્યપદ રીન્યુ કરાવવું રહે છે જે અંતર્ગત તમામ સ્તર ના નાના-મોટા કાર્યકર્તાઓ પોતાનું સભ્યપદ નોધણી ફરી કરાવે છે જે અંતર્ગત આજે વળવા-અ વોર્ડમાં જીતુભાઇ વાઘણીની સક્રિય સદસ્ય તરીકે નોધણી કરવામાં આવી હતી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીના નિવાસસ્થાને શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા, મહેશભાઈ રાવલ, મેયર મનહરભાઈ મોરી, શહેર સંગઠનના પદાધિકારીઓ, સંગઠન પર્વના ઇન્ચાર્જ સંજયભાઈ વેગડ, સહ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ચુડાસમાં, શીતલબેન પરમાર, વોર્ડના નગરસેવકો રાજુભાઇ રાબડીયા, ભારતીબેન બારૈયા, વોર્ડ પ્રમુખ મીનેશ પટેલ, મહામંત્રી મહાવીર ડાંગર,  અતુલભાઈ ડાભી વગેરે હાજર રહ્યા હતા.

Previous articleભાવનગરનું નથુગઢ ગામ રાષ્ટ્રીય કક્ષાના “પોષણ અભિયાન એવોર્ડ”થી સન્માનિત
Next articleભાવનગરમાં ૩૯ પોલીસ કર્મીઓને ફટકારવામાં આવ્યો દંડ