પાલિતાણાના ભંડારીયા ગામે સાવજોનો આતંક માલધારી પરિવાર પર હુમલો કર્યો

0
777

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામની સીમમાં ભંડારીયા ની વીડી આવેલી છે આ દડ વિડી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આસપાસ ના ગામડાઓમાથી અનેક માલધારી પરિવારો પોતાના પશુ ઓને લઈને ચોમાસા-શિયાળા ની ઋતુ ના સમાપન સુધી હંગામી ધોરણે પડાવ નાખી વસવાટ કરે છે અને જંગલ વિસ્તારમાં પોતાના દુધાળા પશુઓને ચરાવી જીવન નિવૉહ ચલાવે છે આવા જ એક માલધારી રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી ઉ.વ.૫૫ રે.પાદરગઢ તા,તળાજા વાળા દર વર્ષે પોતાના ઘેટાં-બકરા સાથે ભંડારીયા ની વીડી માં આવી કામચલાઉ ઝૂંપડી બાંધી પશુપાલન નો વ્યવસાય કરે છે જેમાં ગત રાત્રે બે ડાલામથ્થા સાવજો ઝોક પાસે આવી ચડયા હતાં અને માલધારી પરિવાર કશું સમજે વિચારે એ પૂર્વે ઝોક માં પડયાં હતાં અને એક બાદ એક ઘેટાં ઓ ને નિશાન બનાવતાં હાજર માલધારીઓ એ સાવજો નો પ્રતિકાર કરતાં બંન્ને સાવજોએ માલધારી ઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી ઉ.વ.૫૫,મયાભાઇ શામળદાસ ટોળીયા ઉ.વ.૩૩ રે.પાવઠી તા.તળાજા તથા મેહુલ રત્નાભાઈ સોલંકી ઉ.વ.૨૧ રે પાદરગઢ વાળને ઈજાઓ કરી સાવજો નાસી છુટ્યા હતાં  આ ઘટનાની જાણ આસપાસ અન્ય ગોવાળો ને થતાં તેઓ મદદે દોડી આવ્યાં હતાં ત્રણેય ઈજાગ્રસ્તોને ને બાઈક પર પ્રથમ બગદાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ત્યાં પ્રાથમિક સારવાર બાદ ૧૦૮ દ્વારા તળાજા અને તળાજા થી વધું સારવાર અર્થે ભાવનગર શહેર ની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં રત્નાભાઈ ની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ ની જાણ પાલિતાણા ફોરેસ્ટ વિભાગ ને થતાં અધિકારી સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી આ બનાવ ને લઈને સિમ વગડે વસવાટ કરતા ખેડૂતો પશુપાલકો માં ભય નો માહોલ સર્જાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here