શ્રદ્ધા કપુરની ફિલ્મો મોટી સફળતા મેળવે છે

0
218

અભિનેત્રી શ્રદ્ધા કપુર હાલમાં બોલિવુડમાં સૌથી સફળ અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. આ અભિનેત્રીની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી રહી છે. પહેલા પ્રભાસ સાથેની ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાહો અને હવે સુશાંત સિંહ  રાજપુત સાથેની તેની ફિલ્મ છિછોરે બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. સાહોમાં તે પ્રભાસની સાથે હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૪૦૦ કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. સુશાંત સાથે પણ તેને ચાહકો પસંદ કરી રહ્યા છે. શ્રદ્ધા કપુરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ઉપરાઉપરી બે ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ તે કહે છે કે તેની પાસે ખુશીને રજૂ કરવા માટે હાલમાં શબ્દ નથી. સાહો ફિલ્મે પ્રથમ જ સપ્તાહમાં રેકોર્ડ કમાણી કરી હતી.જો કે મોડેથી તેની કમાણી ઘટી ગઇ હતી. બીજી બાજુ છિછોરે  દ્વારા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી કરી રહી છે. આ ફિલ્મ હજુ સુધી ૫૦ કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. હજુ કમાણી જારી રહી છે. છિછોરેની પટકથા કોલેજ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જે મિત્રોની સાથે લુઝર ન બનવા માટેની પટકથા રજૂ કરે છે. ફિલ્મમાં કોલેજના દિવસોની મજા દર્શાવવાામાં આવી છે. મિત્રોની સાથે મોજ મસ્તીની બાબત તેમાં દર્શાવવામાં આવી છે. શ્રદ્ધા કપુર હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં સ્ટ્રીટ ડાન્સર ફિલ્મ સામેલ છે. જેમાં તેની સાથે વરૂણ  ધવનની ખાસ ભૂમિકા રહેલી છે. તેની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રીડી ફિલ્મ રહેલી છે. એબીસીડી-૨ ની સિક્વલ ફિલ્મ છે. તેનુ કહેવુ છે કે આ એઐક અલગ પ્રકારની ફિલ્મ રહેશે.શ્રદ્ધા કપુર આશાસ્પદ  સ્ટાર તરીકે ઉભરી આવી છે. આ  અબિનેત્રીની પાસે સતત ઓફર આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here