હવે આઇટમ સોંગ માટે નોરા ફતેહીની સૌથી વધુ બોલબાલા

0
261

દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેની બોલબાલા આઇટમ સોંગમાં સૌથી વધારે જોવા મળે છે. તેની લોકપ્રિયતાનો લાભ લેવા માટે નિર્માતા નિર્દેશકો પણ ભારે ઉત્સુક છે. તેના આઇટમ સોંગને ફિલ્મમાં લીધા બાદ ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. તેનુ કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેના માટે અનેક મોટી સફળતાઓ આવી હતી. સલમાન ખાન અભિનિત ભારત જેવી ફિલ્મમાં પણ તે ભૂમિકા અદા કરી કરી ચુકી છે. તેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૯ ચોક્કસપણે તેના વર્ષ તરીકે છે. તેનું કહેવું છે કે, આ વર્ષના ગાળા દરમિયાન તે ખુબ મહેનત કરી ચુકી છે પરંતુ હજુ પણ વધુ સારા પરિણામ માટે આશાવાદી છે. તેનું કહેવું છે કે, આ વર્ષમાં સૌથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડિટ આવી છે પરંતુ તે હજુ પણ વધુ સારું કામ કરવા માટે ઇચ્છુક છે. સત્યમેવ જયતેમાંથી દિલબર વિડિયો યુ ટ્યુબ ઉપર ૭૦૦ મિલિયન વખત જોવામાં આવી ચુક્યું છે. આ સોંગે ૧૯૯૯ના સુપરહિટ સોંગનો જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯માં આવેલી સિર્ફ તુમ ફિલ્મમાંથી આ ગીતે ભારે ચર્ચા જગાવી હતી. નોરાનું કહેવું છે કે, આ ગીતની અરેબિક આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેની કેરિયરમાં દિલબર ટર્નિંગ પોઇન્ટ તરીકે છે.

દિલબર ગીત રજૂ થયા બાદથી તે જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી ચુકી છે. આ સોંગે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. કોફી શોપ, હોટલો અને અન્યત્ર જગ્યા પર આ ગીતે ભારે ચર્ચા જગાવી છે. ભારતની બહાર પણ આ ગીતની લોકપ્રિયતા વધી છે. હાલમાં તે બાટલા હાઉસ ફિલ્મમાં નજરે પડી હતી.  આ ફિલ્મમાં પણ તેની પાસેથી જોરદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here