હવે ઇન્દુ કી જવાની ફિલ્મનુ શુટિંગ કિયારાએ શરૂ કર્યુ છે

0
132

થોડાક સમય પહેલા જ શાહિદ કપુર સાથે કબીર સિંહ ફિલ્મ કર્યા બાદ ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુકેલી કિયારાની બોલબાલા બોલિવુડમાં વધી રહી છે. કબીર સિંહ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા થઇ હતી. કિયારા અડવાણએ પોતાની આગામી ફિલ્મ ઇન્દુ કી જવાની ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. કિયારાએ પોતાની માહિતી આપતા કહ્યુ છે કે નવી  ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં કિયારા ઇન્દુ ગુપ્તાના રોલમાં નજરે પડનાર છે. જે ગાજિયાબાદની યુવતિના રોલમાં કામ કરી રહી છે. પોતાના રોલના સંબંધમાં માહિતી આપતા કિયારા અડવાણીએ કહ્યુ છે કે ફિલ્મની પટકથા ખુબ રોમાંચક રહેલી છે. કોમેડી ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મને લઇને તે આશાવાદી છે. કિયારા અડવાણી ભારે આશાવાદી છે. કિયારા છેલ્લે શાહિદ કપુરની સાથે જોવા મળી હતી.  આ ફિલ્મ વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ પૈકી એક તરીકે સાબિત થઇ ચુકી છે. કિયારાની બોલબાલા હાલમાં બોલિવુડમાં સૌથી વધારે જોવા મળી રહી છે. તેની પાસે અનેક નવી ફિલ્મની ઓફર આવી રહી છે. ફિલ્મની શરૂઆતને લઇને તે ખુબ ખુશ છે. કિયારા એક નવી ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કેફ સાથે પણ નજરે પડનાર છે. કિયારાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત નિરાશાજનક રીતે કરી હતી. જો કે હવે તેની કેરિયરમાં નવી તેજી આવી રહી છે. તે તમામ સ્ટાર સાથે કામ કરી રહી છે. કરણ જોહર જેવા ફિલ્મ નિર્માતા દ્વારા પણ કિયારાની પ્રશંસા કરવામાં આવી છે. તે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે હાલમાં આશાવાદી દેખાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here