સીએમ રૂપાણીની પાક.ને ચેતવણીઃ ‘પીઓકે ખોવા માટે તૈયાર રહો’

0
196

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પાકિસ્તાનને આતંકવાદનું સમર્થન બંધ કરવા મામલે ચેતવણી આપતા કહ્યું કે હવે પાકિસ્તાને પીઓકે ખોવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. મુખ્યપ્રધાન રુપાણીએ વડોદરામાં ભારત એકતા મંચની રેલીને સંબોધિત કરતા આ વાત કહી.

રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારત સરકારે આર્ટિકલ ૩૭૦ને રદ્દ કર્યો છે. હવે પીઓકે પણ અમારુ થશે. પાકિસ્તાનને પીઓકે ખોઈ બેસવા માટે તૈયાર રહેવું જોઈએ. અખંડ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે અમે પીઓકે માટે આગળ વધવા માટે તૈયાર છીએ. સાથે જ તેમણે કહ્યું કે પાકિસ્તાનને આતંકવાનું સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઈએ. ભારત આને સહન નહી કરી લે.

ભારતીય સંસદે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ ને રદ્દ કરી દીધો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દીધા હતા.

ભારત એકતા મંચની રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ૧૯૭૧ના યુદ્ધની પણ યાદ અપાવી, જેમાં ભારતીય સેનાએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું કે, પાકિસ્તાન ૧૯૭૧માં દિલ્હી પર કબ્જો કરવાનો દાવો કરી રહ્યું હતું, પરંતુ તે કરાંચી હારવાના હતા. પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું અને બાંગ્લાદેશ બન્યું. પાકિસ્તાનની સેનાએ તે યુદ્ધમાં ભારતીય સેના સામે સરેન્ડર કરવું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here