રાજ્યમાં વિવિધ જગ્યા પર દંડની વસુલાત

0
250

ગુજરાતભરમાં ટ્રાફિકના કઠોર નિર્ણયો આજે અમલી કરવામાં આવ્યા બાદ સવારથી જ ઉત્તેજનાનો માહોલ રહ્યો હતો. ઘણી જગ્યાઓએ ટ્રાફિક પોલીસના જવાનો ચકાસણી કરતા નજરે પડ્યા હતા જ્યારે કેટલીક જગ્યાઓએ શરૂઆતના દિવસો હોવાથી પોલીસે સામાન્ય લોકોને વધારે હેરાન કર્યા ન હતા. આજે પણ અમદાવાદ શહેરમાં પીયુસી સેન્ટરો ઉપર વાહનચાલકોની લાંબી લાઈનો સવારથી જ જોવા મળી હતી. લોકો ટ્રાફિક નિયમો પાળવા ઇચ્છુક છે પરંતુ પુરતો સમય કાગળ માટે આપવામાં આવે તેવી રજૂઆત પણ થઇ રહી છે. કેટલાક લોકોએ ટ્રાફિક નિયમો સામે વાંધો પણ ઉઠાવ્યો છે.  રાજ્યભરમાં કેટલીક જગ્યાએ નિયમોના ભંગ બદલ યુવાનોને ઉઠકબેઠક પણ કરાવવામાં આવી હતી. સિગ્નલના ભંગ બદલ બીઆરટીએસ બસને ૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. આજથી ટ્રાફિકના નવા નિયમ મુજબ પોલીસે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. આજ સવારથી જ પોલીસ જે પણ વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તેની સામે કાર્યવાહી કરી રહી છે. પોલીસ માત્ર દંડ જ નથી ફટકારી રહીં પરંતુ માનવીય અભિગમ દર્શાવી અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવી રહી છે. પોલીસે રોંગ સાઈડમાં જતાં વાહનચાલકો હેલ્મેટ વગર, સિગ્નલ ભંગ કરતા વાહનચાલકોને નવા દંડ ફટકારી રહી છે. આજે સવારથી શહેરના તમામ મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ વગર રૂપિયા ૫૦૦નો દંડ ફટકારી રહી છે. તો, પંચમહાલમાં ટ્રાફિક પોલીસે નિયમ ભંગ કરતા પકડાયેલા ત્રણ યુવકોને ઉઠક બેઠક કરાવી હતી અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. શિવરંજની ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરાવી રહી હતી ત્યારે નહેરુનગર-વડોદરા રૂટની એસટી બસના ચાલકે જમણી તરફ ભયજનક રીતે વળાવતા સાઈડમાં ઉભેલી એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. મહિલા નીચે પટકાઈ હતી, ટ્રાફિક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને બસના ચાલકને રોક્યો હતો અને સિગ્નલ બંધ હોવા છતાં બસ વળાવી અકસ્માત કરવા બદલ રૂ.૫૦૦નો દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર ટુ-ફોર વ્હીલર ચાલકોને દંડ નથી ફટકારાતો, એસટી બસ, બીઆરટીએસ બસ, એએમટીએસ બસના ચાલકો જો ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. બીઆરટીએસ બસના ચાલકે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી અને સ્ટોપલાઈનથી આગળ બસ ચલાવતા ટ્રાફિક પોલીસે તેને રોકી સિગ્નલ ભંગ બદલનો રૂપિયા ૫૦૦નો મેમો પણ ફટકાર્યો હતો.

જે બસ ડ્રાઈવર ગોતમ નીનામાએ ભર્યો હતો. શહેરના તમામ મોટા જંક્શન પર પોલીસે સવારથી જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી દીધી છે. ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે પોલીસે હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચાલકને રોક્યો હતો. ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે હેલ્મેટ વગર ગાડી ચલાવતા ૫૦૦નો દંડ ફટકારવામાં આવે છે. પોલીસે જ્યારે દંડનું કહ્યું ત્યારે યુવકે કહ્યું કે, મારો પગાર થયો નથી એટલે હેલ્મેટ નથી ખરીદ્યું. નવા નિયમ વિશે પુછતા તેણે જણાવ્યું હતું કે, આજથી લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમ વિશે મને કોઈ જાણકારી નથી. પોલીસે યુવકને હેલ્મેટ પહેરવાની સૂચના આપીને તેણે જવા દીધો હતો. આમ પોલીસે કેટલાક કિસ્સામાં માનવીય અભિમગ પણ દાખવ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ડ્રાઈવ યોજીને હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે. શિવરંજની ચાર રસ્તા પાસે પોલીસે હેલ્મેટ વગર એક્ટિવા ચાલકને રોક્યો હતો. પોલીસે તેણે હેલ્મેટ વગર ગાડી ચલાવતા રૂપિયા ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. જો કે, પોલીસે પકડ્‌યા બાદ તેણ હેલ્મેટ પહેરી લીધું હતું. રાજ્યભરમાં આજથી નવા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. એક બાજુ લોકોએ હેલ્મેટ અને તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી આકરા દંડથી બચવા માટેની તૈયારીઓ કરી લીધી છે ત્યારે સામે પોલીસે પણ પોતાની તૈયારી કરી લીધી હોવાનું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં શહેરમાં તમામ ચાર રસ્તાઓ પર પોલીસે નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે. ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે એક યુવતી રોંગ સાઈડથી જતી વખતે પોલીસે તેને રોકીને ૧૫૦૦નો દંડ ફટકાર્યો હતો. મસમોટો દંડ ફટકારતા તેણે કહ્યું કે મારી પાસે માત્ર ૨૦૦ રૂપિયા છે. તો હું રૂપિયા ૧૫૦૦નો દંડ ક્યાંથી ભરું? અમારી નજીક ઓફિસ છે. આખા ફરીને જવું પડે છે, માટે આટલાથી ખાલી જવું હતું એટલે રોંગ સાઇડમાંથી પસાર થતી હતી. એટલે પોલીસે મને રોકી લીધી હતી. મને ખ્યાલ છે કે આજથી નવો ટ્રાફિક નિયમ લાગુ થયા છે. પણ આટલા જવાં માટે આખું ફરીને જવું પડે છે એટલે અહીંથી ગાડી પાર્ક કરવી હતી. ૧૫૦૦ રૂપિયાનો દંડ ખુબજ મોંઘો પડે છે. અત્યારે મારી પાસે ૨૦૦ રૂપિયા છે. તો હું ૧૫૦૦ રૂપિયા ક્યાંથી ભરું. ઘરે પણ ફોન કર્યો છે પણ બધા કામમાં છે, હવે કોણ આવે કોણ નહિં, બાકી હાલ અહીંયા જ ઉભી છું. આ યુવતીના કિસ્સાએ ત્યાંથી પસાર થતાં લોકો અને અન્ય વાહનચાલકોમાં ભારે ચર્ચા જગાવી હતી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફિક પોલીસ સાથે આજે સામાન્ય નાગરિકોની બોલાચાલી અને ઘર્ષણના બનાવો નોંધાયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here