ટ્રાફિક નવા નિયમોનો અમલ મોકુફ રાખવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

0
300

ટ્રાફિકના નવા નિયમો આજ તા. ૧૬-૯-ર૦૧૯થી અમલમાં આવેલ છે તે હાલની મંદીના સમયમાં મોકુફ રાખવા તા. ૪-૯-ર૦૧૯ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી અનુરોધ કરેલ પરંતુ દંડની રકમમાં ઘટાડો કરી આજથી તેની અમલવારી શરૂ કરાવેલ છે. જે અંગેની  પ્રજાની જરૂરીયાત મુજબ હાલમાં બજારમાં હેલમેટનો પુરતો સ્ટકો ઉપલબ્ધ નથી તેથી ખુબ જ કાળા બજાર થાય છે. આ ઉપરાંત આઈએસઆઈ સ્ટાન્ડર્ડના હેલમેટ પણ ઉપલબ્ધ નથી. તેથી આ નિયમના અમલ સામે લોકોમાં ખુબ જ રોષની લાગણી જોવા મળે છે. તેથી બજારમાં વ્યાજબી ભાવે આઈએસઆઈ માર્કાના હેલમેટ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હેલમેટના કાયદાને તાત્કાલિક અસરથી સ્થગીત કરવો જોઈએ અને તે માટે સત્વરે આદેશ કરવા રજુઆત કરેલ છે. હેલમેટ પહેરવાનો કાયદો ફકત મેટ્રોપોલીટન સીટી અને હાઈવે પુરતો હોવો જોઈએ. હેલમેટના ઉપયોગમાં મહિલાઓને ખાસ છુટ આપવી જોઈએ કારણ કે હેલમેટ પહેરવામાં તેમને ખુબ મુશ્કેલી પડે છે. અને અમુક રાજયોએ મહિલાઓને હેલમેટ પહેરવામાં મુક્તિ આપેલ છે. આ મુદ્દા ધ્યાનમાં લેવા ચેમ્બરે રજુઆત કરેલ છે.

નવા નિયમના અમલ સામે લોકોનો અને એસોસીએશનનો પ્રચંડ વિરોધ છે જે અંગે ચેમ્બરમાં સતત રજુઆત થઈ રહેલ છે. ઉપરોકત વિગતો ધ્યાન લઈ ટ્રાફિકના નવા નિયમોનો અમલ ચેમ્બરની અગાઉની રજુઆત મુબજ છ માસ સુધી મોકુફ રાખવો જોઈએ. તેવી ચેમ્બરે લાગણી અને માગણી વ્યકત કરેલ છે. આ સમયગાળા દરમ્યાન સરકાર, વિવીધ ચેમ્બર્સ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિકના નિયમોની જાણકારી અંગે અવેરનેસ કાર્યક્રમ કરી લોકોને જાગૃત કરવા જોઈએ. આ અંગે સત્વરે છ માસ માટે આ કાયદાનો અમલ મુલત્વી રાખવા ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે. સદર પત્રની નકલ યોગ્ય કાર્યવાહી  અર્થે ભાવનગર શહેરના બંને ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી અને વભાવિરીબેન દવેને પણ મોકલવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here