નિર્મળનગર ખાતે ફંડ એકત્રિત કરવા અને જન જાગૃતિના હેતુમાટે બૂથ ખુલ્લું મુકાયું

382

અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે તા.૨૦/૦૯/૨૦૧૯ને  શુક્રવારનાં રોજ ભાવનગરના નિર્મળનગર ખાતે નેત્રહીનોનાં સર્વાંગી વિકાસ અર્થે જનજાગૃતિ બુથ શ્રી વિઠ્ઠલભાઈ મેંદપરા (પ્રમુખશ્રી- ડાયમંડ એસોસિએશન- ભાવનગર)એ દીપ પ્રગટાવી ખુલ્લું મુક્યું હતુ, શાળા કોલેજના વિધાર્થીઓ દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે ફંડ એકત્રીત કરાયું હતું.

આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ નેશનલ ફેલ્ગ-ડે ની ઉજવણી તેમજ સંસ્થાની પ્રવૃત્તિની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈ મેંદપરા (પ્રમુખ – ભાવનગર ડાયમંડ એસોસિએશન), ઘનશ્યામભાઈ લાલજીભાઈ પટેલ (ભડીયાદવાળા) હરી જેમ્સ અને સુરેશભાઈ ધાંધલિયા (પૂર્વ મેયર – ભાવનગર મહાનગર પાલિકા)એ પ્રેરક પ્રવચન આપ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી વિઠ્ઠલભાઈ મેંદપરાએ પ્રજ્ઞાચક્ષુના સર્વાંગી વિકાસની યાત્રામાં વધુને વધુ લોકોને જોડાવવા આહ્વાન કરી ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપ સહાય કરવા નગરજનોને અનુરોધ કર્યો હતો. મહેમાનોનું સ્વાગત સંસ્થાના પ્રમુખ શશીભાઇ વધારે જયારે આભારવિધિ સંસ્થાના માનદ્દ મંત્રીમહેશભાઈ પાઠકે કરી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી પંકજભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પટેલ, શાળાના શિક્ષકો અને એમ. જે. કોલેજના એન.એસ.એસ. યુનિટના સ્વયમ સેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સચાલન શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.

Previous articleકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શેત્રુંજી ડેમની કન્યાઓનું ખેલ મહાકુંભમાં  જિલ્લા કક્ષાએ ઉત્તમ પ્રદર્શન
Next articleબાબરા ચરખા વચ્ચે કઠાળીયા નદીમાં રાસાયણિક કેમિકલ ભળતા સિંચાઈ તળાવ દુષિત બનવા તૈયારી