BCCIએ ભારતીય ક્રિકેટર્સને આપી દિવાળી ભેટ : દૈનિક ભથ્થુ ડબલ કર્યુ

397

ભારતીય ક્રિકેટરોને દિવાળી પહેલા બીસીસીઆઈ થી તરફથી ભેટ મળી છે. ખેલાડીઓનું દૈનિક ભથ્થુ હવે ડબલ થઈ ગયું છે. બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિએ વિદેશ પ્રવાસ માટે ડેઇલી એલાઉન્સ ડબલ કરી દીધું છે. જેથી હવે ખેલાડીને વિદેશના પ્રવાસે જવા માટે એક ખેલાડીને દરરોજ ૨૫૦ ડોલર મળશે. અત્યાર સુધી ૧૨૫ ડોલર દરરોજ મળતી હતી. ઘરેલું આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પણ દૈનિક ભથ્થુ વધારી દીધું છે.

નવી દિલ્હીમાં બેઠક દરમિયાન દૈનિક ભથ્થા પર નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ભારતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ખેલાડીઓને ૧૦૦ ડોલરની આસપાસ મળતા હતા. જોકે અમેરિકી ડોલરની દરરોજ બદલતી કિંમતના આધારે દૈનિક ભથ્થું નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. હવે ભારતીય ક્રિકેટર્સને ઘરેલું શ્રેણી માટે દરરોજ ૭૫૦૦ રુપિયા મળશે. દૈનિક ભથ્થુ તેના પ્રવાસ, રહેવાની વ્યવસ્થા અને કપડા ધોવા માટે અલગ છે. આ જવાબદારી પણ બીસીસીઆઈ તરફથી છે. દૈનિક ભથ્થા વધવાનો લાભ ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફને પણ મળશે. સપોર્ટ સ્ટાફને ઘરેલું શ્રેણી માટે હવે દરરોજ ૭ હજાર રુપિયા મળશે. પહેલા તેમને ૩૫૦૦ રુપિયા મળતા હતા. વિદેશના પ્રવાસ માટે પસંદગીકારોને પહેલાથી જ દરરોજના ૨૫૦ ડોલર મળતા હતા. મહિલા ક્રિકેટરોને પણ લાભ મળશે. ક્રિકેટર્સને મળનાર દૈનિક ભથ્થાની રકમ મેચ ફીથી અલગ છે. બીસીસીઆઈ એક ટેસ્ટ મેચ માટે ૧૫ લાખ, વન-ડે માટે ૬ લાખ અને ટી-૨૦ મેચ માટે ૩ લાખ રુપિયા આપે છે. જે ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળતું તેમને પણ મેચ ફી મળે છે. આ સિવાય બીસીસીઆઈ ચાર પ્રકારના કોન્ટ્રાક્ટ આપે છે. જેમાં છ પ્લેસમાં ૭ કરોડ, છ માં ૫ કરોડ, બીમાં ૩ કરોડ અને સીમાં એક કરોડ રુપિયા મળે છે.

Previous articleપ્રો. કબડ્ડી લેન્ગ્યુ-ર૦૧૯ : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ ૨૮-૨૮થી ટાઈ
Next articleશેર બાયબેક ટેક્સથી મોટી રાહત થતાં કંપનીઓ સંતુષ્ટ