હોમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટની સામે ફરિયાદ થઇ

573

ગુજરાત રાજ્ય હોમગાર્ડ વિભાગના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેતી દેતીમાં એકાઉન્ટન્ટનું અપહરણ કરી ધમકી આપી હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં નોંધાવા પામી છે. યુવકના શેઠ પાસેથી પૈસા લેવાના હોવાથી એકાઉન્ટન્ટને બોલાવી કારમાં બેસાડી દેવાયો હતો. સાણંદ હાઈવે પર લઈ ગયા બાદ આંબાવાડી સર્કલ પર છોડી નાસી ગયા હતા. ફરિયાદને પગલે હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બ્રિજરાજસિંહ ગોહિલને હાલ હોમગાર્ડ વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અપહરણ અને ધમકીની ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. શહેરના ભુલાભાઈ પાર્કમાં આવેલી ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતા અને નવરંગપુરા વ્હાઇટ હાઉસની સામે આવેલા સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલના ફોન પર શનિવારે બપોરે રાજ્યના હોમગાર્ડ વિભાગના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો. તમારા શેઠ અશ્વિનસિંહ હાજર છે કે નહીં તેમ ગોહિલે પૂછ્યું હતું જેથી જીતેન્દ્રએ ના પાડી હતી. બાદમાં જીતેન્દ્ર કામથી ઓફિસ નીચે આવ્યો ત્યારે કારમાં બ્રિજરાજસિંહ અને પ્રવીણ પટેલ બેઠા હતા. જીતેન્દ્રને બોલાવી તેના ફોનથી અશ્વિનસિંહને ફોન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હતો. બ્રિજરાજસિંહે કારમાં બેસવાનું કહેતા જીતેન્દ્રએ ના પાડી હતી જેથી તેઓ ગુસ્સે થઈ ગયા હતા. કારમાં બેસાડી અને નેહરુનગર થઈ સાણંદ હાઈવે પર કાર લઈ ગયા હતા. તેમની રિવોલ્વર કારના ડેશબોર્ડ પર મૂકી દીધી હતી. જીતેન્દ્રના ફોન પર ઓફિસના કર્મીનો ફોન આવતા ચાર દિવસ આવતા લાગશે તેમ કહી દેવા જણાવ્યું હતું અને ફોન તોડવાનો પ્રયાસ કર્યો હતો. સાણંદ પહોંચ્યા બાદ જીતેન્દ્રને કહ્યું હતું તારા શેઠ અશ્વિનસિંહ સરવૈયા પાસેથી પૈસા લેવાના છે. તું બેસી રહે.

Previous articleરાધનપુર અને બાયડ સીટની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
Next articleઅરેબિયન દરિયામાં ડિપ્રેશનની સ્થિતિ : ચક્રવાતી તોફાન આવશે