ભાવનગર સહિત ૪  જિલ્લામાં હદપાર થયેલ ઈસમ ઝડપી પાડતી પોલીસ

546

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકએ જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ તથા હદપાર થયેલ ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ. પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, જીલ્લાના વિસ્તાર માંથી એક વરસ માટે હદપાર થયેલ આરોપી હરેશભાઇ ઉર્ફે હરીયો રમેશભાઇ ચુડાસમા ઉ.વ.૨૬ રહેવાસી-ખેડુતવાસ, ૫૦ વારીયા જાગૃતિ સોસાયટી, પ્લોટનં-૧૭૦/ડી ભાવનગર વાળાને તેના રહેણાંકી મકાનેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleભાવનગર શહેર જુદી-જુદી ત્રણ આગના બનાવો
Next articleકોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત – શક્તિસિંહ