સોડવદરા ગામેથી વાડીમાંથી શાકભાજીના વાવેતરની આડમાં લીલા ગાંજાનું ખેતર ઝડપી પાડતી એસઓજી  

699

ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં એસ.ઓ.જી. પોલીસ જીલ્લામાં નાર્કોટીક્સ પદાર્થનું વેચાણ કરતા ઇસમો બાબતે ખાનગીરાહે તપાસ કરતા હતા દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી હકિકત મળેલ હતી કે, “ અરવિંદભાઇ ઉર્ફે અન્નો નારણભાઇ ચૌહાણ રહેવાસી સોડવદરાવાળાએ પોતાની સોડવદરા ગામે આવેલ કરાર ભોની સીમ તરીકે ઓળખાતી વાડીએ શાકભાજી તથા પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે” જે બાતમી આધારે સોડવદર ગામે કરાર ભોની સીમમાં આવેલ અરવિંદભાઇ ઉર્ફે અન્નો નારણભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ રહેવાસી સોડવદરા જુની નિશાળ પાછળ તા.જી. ભાવનગર વાળાની વાડીએ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફે  રેઇડ કરતા આરોપી વાડીએ હાજર મળી આવેલ અને તેને પોતાની વાડીમાં શાકભાજી તથા પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૩૩ જેનું કુલ વજન ૮.૩૫૨ કિલો ગ્રામ કિ.રૂ઼. ૪૧,૭૬૦/- ના મળી આવેલ જેથી સોડવદરા ગામના તલાટીશ્રી સંજયભાઇ મણીયાને બોલાવી ગાંજાના વાવેતરવાળી જગ્યાની માપણી કરાવી અમરેલી એફ.એસ.એલ. અધિકારી એ.એચ. ઇટાલીયાને સ્થળ ઉપર બોલાવી ગાંજાના છોડનું પરિક્ષણ કરાવી ગાંજાના છોડ નંગ-૩૩ કબ્જે કરવામાં આવેલ હતા અને મજકુર સામે એન.ડી.પી.એસ. એકટ અંગે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આગળની તપાસ વરતેજ પોલીસ સબ ઇન્સ. એચ.સી.ચુડાસમા   ચલાવી રહ્યા છે.

Previous articleભાવનગર શહેર જુદી-જુદી ત્રણ આગના બનાવો
Next articleકોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત – શક્તિસિંહ