કોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત – શક્તિસિંહ

604

કોંગ્રેસ સૌને સાથેર ાખી દેશની અખંડિતતા માટે સમર્પિત રહેલ છે. આમ સાંઢિડા મહાદેવ ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિવ ીસ્તૃત કારોબારી તથા સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારી બેઠકમાં રાજયના વિરોધ પક્ષના પુર્વ નેતા અને બિહારમાં પ્રભારીની જવાબદારીમાં રહેલ રાષ્ટ્રીય મહામંત્રી શક્તિસિંહ ગોહિલે  વર્તમાન સરકારની નિષ્ફળતાની વાત સાથે કોંગ્રેસએ પક્ષ નહિ પરિવારની ભાવના ધરાવે છે તેમ જણાવ્યું. કોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત રહેલ છે. કોંગ્રેસ સત્તામાં હતો ત્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક સત્તામાં પ્રથમ ક્રમેર હેલ આજે જેઓ ભાજપમાં છે તેઓ કહે છે કે, કોંગ્રેસ  આટલા વર્ષો શું કર્યુ ? આ પ્રશ્ને ગોહિલે કહ્યું કે આજે ભાજપમાં તેના બાપ દાદાએ વર્ષોમાં કોંગ્રેસ સાથે જ હતાં. તેમને બુધ્ધિ નહિ હોય ? તેઓએ નેતાઓને કાર્યકર બની સમાજ સેવામાં કાર્ય કરવા ટકોર કરી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ કોંગ્રેસ પક્ષ વિચારધારાના પક્ષ છે તેમ જણાવી કાર્યકર્તા હોદ્દેદારોને લોકોની આપેક્ષા પુરી કરવા માટે સભાન રહેવા જણાવાયું.

ભાવનગર જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ નાનુભાઈ વાઘાણી, ધારાસભ્યો પ્રવિણભાઈ મારૂ તથા કનુભાઈ બારૈયા, માજી ધારાસભ્ય કનુભાઈ કળસરિયા, મેહુરભાઈ લવતુકા, નિતાબેન રાઠોડ, જગદીશભા જાઝડિયા, નાનુભાઈ ડાંખરા, કાંતિભાઈ ચૌહાણ તથા બાબુભાઈ સોસાએ કારોબારી સ્ભ્ય તેમજ કાર્યકર્તાઓને એક બની  સરકાર સામે સમસ્યાઓની રજુઆત માટે સક્રિય રહો કોંગ્રેસ સંગઠન મજબુત કરવા હાંકલ કરી હતી.

રણધીરસિંહ ગોહિલના સંચાલન સાથે પ્રારંભે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલે સ્વાગત ઉદ્દબોધન કરેલ. કોંગ્રેસ કારોબારી અહેવાલ વિગતો વિગેરે કાર્યવાહી થઈ હતી. અહી અગર્ણીઓ પ્રભારી મહેન્દ્રસિંહ પઢારિયે સાથે લાલભાઈ ગોહિલ, સંજયસિંહ સરવૈયા, જીવરાજભાઈ ગોધાણી, કિશોરસિંહ ગોહિલ, સંજયસિંહ માલપર, અમિતભાઈ લવતુકા સહિત જિલ્લાભરના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જયંતિ તથા પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭પમી જયંતિ ઉઝવણી માટે કાર્યક્રમ ઘડાયા હતાં.

Previous articleસોડવદરા ગામેથી વાડીમાંથી શાકભાજીના વાવેતરની આડમાં લીલા ગાંજાનું ખેતર ઝડપી પાડતી એસઓજી  
Next articleશહેરના જોગસપાર્ક ખાતે ફનસ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો