પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માધવ આપ્ટેનું હાર્ટ એટેકથી નિધન

967

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માધવ આપ્ટેનું સોમવારે સવારે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. હાર્ટ એટેક આવતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સવારે ૬ વાગીને ૧૦ મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેમણે પોતાના સાત ટેસ્ટના કરિયરમાં ૪૯.૨૭ની એવરેજથી ૫૪૨ રન કર્યા હતા, જેમાં ૧ સદી અને ૩ અર્ધ સદીનો સમાવેશ થાય છે. તેમના નિધન પછી ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આપ્ટેએ ટેસ્ટ કરિયરની ૭ મેચોમાં ૪૯.૨૭ની એવરેજથી ૫૪૨ રન કર્યા હતા. તેમનો હાઈએસ્ટ સ્કોર ૧૬૩* રન હતો, તે તેમણે વિન્ડીઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેન ખાતે કર્યો હતો. તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર ૧૯૫૨માં પાકિસ્તાન વિરુદ્ધ મુંબઈમાં કર્યું હતું. તે મેચમાં તેમણે ૩૦ અને ૧૦* રન કર્યા હતા. પોતાના કરિયરની સાતમાંથી પાંચ મેચ તેમણે વિન્ડીઝના પ્રવાસે રમી હતી. ત્યાં તેમણે ૫૧.૧૧ની એવરેજથી ૪૬૦ રન કર્યા હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વિન્ડીઝ વિરુદ્ધ કિંગ્સ્ટન ખાતે રમી હતી.

માધવ આપ્ટે કોઈ પણ ટેસ્ટ સીરિઝમાં ૪૦૦થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર હતા. તેમણે ૧૯૫૩માં વિન્ડીઝ પ્રવાસ દરમિયાન ૪૬૦ રન કરીને આ સિદ્ધિ મેળવી હતી. તેઓ મુંબઈની ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમતા હતા અને તેના કપ્તાન રહ્યા પણ હતા. આપ્ટેએ પોતાના કરિયર દરમિયાન વિનુ માંકડ, પોલી ઉમરીગર, વિજય હઝારે અને રુસી મોદી જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે રમ્યા હતા.

Previous articleવિકી કોશળની ફિલ્મ ભુત પાર્ટ વન સાચી કથા પર છે
Next articleટીમની હારથી ખુશ થયો કોહલી..?!! કહ્યુંઃ બેટિંગનો નિર્ણય જાણી જોઇને લીધો’તો