રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ખાતે ગાંધી-તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો

462

બોટાદ જીલ્લાના રાણપુરમાં ઐતિહાસિક  ગુજરાતમાં સહુપ્રથમ ગાંધી તક્તી ની સ્થાપના રાણપુર સ્થિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે થઈ હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત તથા આર્થિક-સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય કરતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ગુજરાતમાં સહુપ્રથમ વખત ગાંધી તક્તી’ની સ્થાપના કરવામાં આવી હતી.મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મૂકસેવક રવિશંકર વ્યાસ ‘મહારાજ’, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીના રેખા-ચિત્રો તેમજ ઈતિહાસને આલેખતી ગ્રેનાઈટની વિશાળ કલાત્મક તકતીની સ્થાપના આ ખાદી સંસ્થા ખાતે થઈ તેનું સવિશેષ મહત્વ છે. એપ્રિલ ૧૯૨૫માં રાણપુર સુધરાઈ દ્વારા મહાત્મા ગાંધીનું સન્માન કરીને એમને માનપત્ર એનાયત કરાયું હતું. રાણપુરના લોકગાયક-ભજનિક નરેશભાઈ વાઘેલાએ મહાત્મા ગાંધીને પ્રિય એવાં મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લાના પોલીસ વડા અને સાહિત્ય-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી અને સહકારી ક્ષેત્ર-ખેડૂત આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી, ટેક્ષપીન બેરીંગના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ  ભુપેન્દ્રભાઈ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક ડો. જે. જે. ગામિત, પોલીસ ઈન્સપેકટર એમ. એમ. દિવાન, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા,સોની સમાજના આગેવાન પ્રકાસભાઈ સોની,રબારી સમાજના આગેવાન જીવાભાઈ રબારી,ખેડુત આગેવાન પ્રતાપભાઈ ડોડીયા,રાણપુરની તમામ સ્કુલ ના આચાર્ય,વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.અને આ ઐતિહાસિક કાર્યક્રમ સાક્ષી રહ્યા હતા…

Previous articleસર્ટીફીકેટ ઓફ એપ્રીસીયલ આપી જેલ અધિક્ષક જે.આર. તરાલનું સન્માન કરાયુેં
Next articleબગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. વી. દાફડાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો